________________
(ખ) સિદ્ધસેન દિવાકર
સિદ્ધસેન દિવાકરકૃત “સન્મતિતર્કના આધારો ઉપાધ્યાયજી એકાદ-બે જગ્યાએ ટાંકે છે.
“જીવ અને પુદ્ગલ પરસ્પર એવા મળી ગયા છે કે તે બંને વચ્ચે ભેદ છે તે જ્ઞાન વિદ્વાનને જ અનુભવાય છે.” તે રજૂઆતના મૂળમાં “દૂધ અને પાણીની જેમ ઓતપ્રોત થયેલ જીવ અને પુદ્ગલનો ભેદ કરવો અશક્ય છે.” તે “સન્મતિતર્ક'નો ખ્યાલ પડેલો છે.૧૧
“પ્રત્યેક નય પોતાના વક્તવ્યમાં સાચા છે, બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં ખોટા છે, પણ અનેકાંતનો જ્ઞાતા “આ નય સાચા છે અને આ ખોટા છે' એમ વિભાગ કરતો નથી.” આ સન્મતિતર્કના વિચારની અસર “પોતપોતાના અભિપ્રાયે સાચા અને બીજાના વક્તવ્યનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નયમાં જેનું મન સમસ્વભાવવાળું છે તે મહામુનિ મધ્યસ્થ છે.” એ “જ્ઞાનસાર'ની રજૂઆતમાં જોઈ શકાય છે. (ગ) કુંદકુંદાચાર્ય
અન્ય મત પ્રત્યેની સહિષ્ણુતાને કારણે તેઓ દિગંબર વિદ્વાન કુંદકુંદાચાર્યની વિચારણાને પણ યોગ્ય લાગે ત્યાં સ્વીકારે છે.
જે શ્રુતજ્ઞાનથી માત્ર શુદ્ધ આત્માને જાણે તેને અભેદનયથી શ્રુતકેવલી કહ્યા છે, તથા જે કેવલ સંપૂર્ણ શ્રુતને જાણે તે ભેદનયથી શ્રુતકેવલી કહેવાય છે.” આ “સમયસારની વિચારણા સ્વીકારીને “જ્ઞાનસાર'માં જ્ઞાન, દર્શન, ચારિત્ર - આ રત્નત્રયમાં આત્માની અભેદપરિણતિ દર્શાવી છે. “
દેહ અને આત્માના અભેદની વાત સાધારણ લોકો અજ્ઞાનથી માને છે, પણ દેહ અને આત્માના ભેદની, પૃથક્વની સમજણ સુલભ નથી. - આ વિચારણાના સમર્થનમાં પણ તેઓ “સમયસારનો ઉલ્લેખ કરે છે. '
“સાધુઓ આગમચક્ષુવાળા છે, પ્રાણીઓ ચર્મચક્ષુવાળા છે, દેવો અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા છે, સિદ્ધો સર્વતઃ ચક્ષુવાળા છે.” - “સમયસાર'ના આ જ ખ્યાલને “જ્ઞાનસાર'માં યથાતથ સ્વીકાર્યો છે.
પ્રવચનસાર'માં જણાવ્યું છે, “જે અરિહંતને દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.” આ જ વાત સહેજ જુદી
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org