________________
પ્રાચીન જૈન અને જૈનેતર ગ્રંથોનો પ્રભાવ
ઉપાધ્યાય યશોવિજયજી એવા એક વિરલ સાધુ હતા જેને જીવનમાં માત્ર જૈન સાહિત્ય જ નહીં, જૈનેતર સાહિત્યનો પણ તલસ્પર્શી અભ્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પોતાના આ અગાધ જ્ઞાનનો પ્રભાવ તેમના સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે. તેમની કૃતિઓમાં તેમના આ જૈન તેમજ જૈનેતર સાહિત્યને કારણે જે ઊંડાણ આવ્યું છે, તેને કારણે તેમનું સાહિત્ય વધારે વ્યાપક, સત્ત્વશીલ તથા આધારભૂત બન્યું છે. “મારું એ જ સાચું એમ નહીં, પણ “સાચું એ મારું' એ વિશાળ દૃષ્ટિને કારણે જ્યાંથી પોતાને સત્ય પ્રાપ્ત થયું ત્યાંથી તેમણે કોઈપણ જાતના ખચકાટ વગર લીધું છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે “જ્ઞાનસારના સંસ્કૃત શ્લોકોનો બાલાવબોધ તેમણે પોતે તત્કાલીન ગુજરાતી ભાષામાં રચ્યો. આ બાલાવબોધમાં ઘણી જગ્યાએ તેઓએ અન્ય પરંપરાના વિચારો નોંધ્યા છે. જૈન ઉપરાંત જૈનેતર ગ્રંથોના આધારો આપ્યા છે. આ આધારો કે અવતરણોને જોઈએ ત્યારે “જ્ઞાનસારની રચના પાછળ તેમના મનમાં ઘોળાતા વિચારોમાં ડોકિયું કરવાનો અવસર આપણને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનું મહત્ત્વ તો તેઓએ પોતે પણ સ્વીકાર્યું છે,
T17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org