________________
૨. “વૈરાગ્યરતિમાં જણાવ્યું છે,
“ઃ સમાધાપતિ: ચામુ, नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि,
ન વિ સુધાપાનનાદવોરા: T” ૩. દા.ત. : “ઉત્તરાધ્યયનસૂત્ર', સૂ. ૧૨, ગા. ૪૪-૪૬માં જે રજૂઆત થઈ છે
તેમાં બ્રાહ્મણો દ્વારા આગળ પુછાયેલા યજ્ઞાંગસંબંધી પ્રશ્નો પ્રત્યે ગા. ૪૪ ઉત્તરરૂપ છે. તેમાં શ્રમણની સાધનાનાં અંગોને યજ્ઞાંગો તરીકે વર્ણવ્યાં છે. ત્યાર પછી ગા. ૪૫ બાકીનાં યજ્ઞાંગો સંબંધી બ્રાહ્મણોના પ્રશ્નરૂપ છે, જેનો ઉત્તર ગા. ૪૬માં છે. આમ ગા. ૪૪ અને ૪૬ મહત્ત્વની છે. ત્રણે ગાથા આમ છે : तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंङ्ग। कम्मेहा संजमजोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥४४।। के ते हरए के य ते सन्तितित्थे कर्हिसि बहाओ व रयं जहासि । आइक्ख णे संजय जक्खपूझ्या इच्छामो नाउं भवओ सगासे ।।४५।। धम्मे हरए बंभे सन्तितित्थे अणाविले अत्तपसन्नलेसे । जहिंसि बहाओ विमलो विसुद्धो सुसीइभुओ पजहामि दोसं ।।४।।
[ અનુવાદ : (મુનિ :) “તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાના) યોગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મરૂપી ઇંધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણલો સંયમ, યોગ અને શાંતિરૂપી હોમ હું કરું છું.” (૪૪) (બ્રાહ્મણો :) “તમારા (સ્નાન કરવાનો) ધરો કયો છે ? તમારું શાન્તિતીર્થ કયું છે ? ક્યાં સ્નાન કરી તમે કર્મરનો ત્યાગ કરો છો ? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહો. તમારી પાસેથી અમે એ જાણવા ઇચ્છીએ છીએ.” (૪૫) (મુનિ :) “ધર્મ મારો ધરો છે. મલરહિત તથા જે વડે આત્માની લેણ્યા શુદ્ધ થાય છે એવું મારું. શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલો હું દોષનો ત્યાગ કરું છું.” (૪૬) ]
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org