________________
કરવારૂપ મોક્ષપ્રાપ્તિ માટે તો મોક્ષના ઉદ્દેશથી થયેલ ભાવયજ્ઞ જ ઉપયોગી
નીવડે.
પોતે કરેલું છે' એવા કર્તાપણાના અહંકારને પણ બ્રહ્મરૂપ અગ્નિમાં હોમવાનો છે. પોતાના કર્તાપણાના અભિમાનનો હોમ અર્થાત્ કર્મનું બ્રહ્માર્પણ પણ યુક્ત છે. (૨૮)
બ્રહ્મમય બનીને ધ્યાનાવસ્થામાં એકાકાર બનનાર સાધક પાપથી લપાતો નથી. આ બ્રહ્મમય અવસ્થામાં રહેલ સાધકે બ્રહ્મને વિશે જ સર્વસ્વ અર્પણ કર્યું છે. મત્સ્યવેધ વખતે અર્જુનની દૃષ્ટિ માત્ર માછલીની આંખ પર કેન્દ્રિત હતી તેમ બ્રહ્મમય સાધકની દૃષ્ટિ માત્ર બ્રહ્મ પર જ કેન્દ્રિત હોય છે. બ્રહ્મરૂપ જ્ઞાન તેનું સાધન છે. સાધક ઉપયોગરૂપ બ્રહ્મથી આધારરૂપ બ્રહ્મમાં અબ્રહ્મને એટલે અજ્ઞાનને હોમે છે. સાધક બ્રહ્મચર્યની ગુપ્તિયુક્ત છે, બ્રહ્મના અધ્યયનની મર્યાદાવાળો છે, પરબ્રહ્મમાં સમાધિવાન છે. આવો ભાવયજ્ઞ, નિયાગ કે બ્રહ્મયજ્ઞ કરનાર સાધક બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ – આ ચારમાંથી ગમે તે નામે ઓળખાય છે. (૨૮/૭, ૮).
સાધક અને સાધનામાર્ગની વિચારણા કરતાં કરતાં શ્રમણ-પરંપરા અને બ્રાહ્મણ-પરંપરા ખ્યાલ પણ ન આવે તેમ સહજ રીતે એકાકાર થઈ ગઈ છે. ખરેખર તો જૈન શ્રમણ-પરંપરા એ વૈદિક બ્રાહ્મણ-પરંપરાનો વિરોધ કે પ્રતિવાદ કરવાને બદલે તેના પર સંશોધન કરીને તેના સત્યાંશોનો સ્વીકાર કરે છે. ઉત્તરાધ્યયન' જેવા આગમમાં પણ આવા ઉદારમતનાં મૂળ પડેલાં છે.' ઉપાધ્યાયજીની આ કૃતિમાં પણ આ ઉદારમત પૂર્ણપણે ઝિલાયેલો જોઈ શકાય છે.
ટિપ્પણ,
૧. “મનશનમૂનોવતા વૃત્ત સંક્ષેપvi રસત્ય |
कायक्लेश: संलीनतेति बाह्यं तपः प्रोक्तम् ।।" प्रायश्चित्तध्याने वैयावृत्त्यविनयावथोत्सर्ग: स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यन्तरं भवति ।।"
- “પ્રશમરતિ', ગ્લો. ૧૭૫-૭૬
સાધક અને સાધનામાર્ગ
115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org