________________
વૃત્તિ ક્ષીણ થતાં અંતરાત્મા પણ મણિની જેમ નિર્મળ બને છે. આવા નિર્મળ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તે ‘સમાપત્તિ’ છે. (૩૦/૩)
સાધનામાર્ગમાં આગળ વધવા માટે, પરમાત્માની નજીક પહોંચવા માટે સાધક શુભ આશયથી પ્રવૃત્તિ કરે છે. તેની જ્ઞાન અને સમજપૂર્વકની સઘળી પ્રવૃત્તિ કે ક્રિયાને યજ્ઞનું સ્વરૂપ આપીને તેને વિશેષ પવિત્ર બનાવી છે ‘નિયાગઅષ્ટક'માં.
(છ) નિયાગ
જેમ યજ્ઞમાં સમિધ, ઘી વગેરે દ્રવ્યોનો અગ્નિમાં હોમ કરવા પાછળ શુભ હેતુ રહેલો છે તેમ બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ સમિધનો હોમ કરવા પાછળ પણ પરમાત્માની નજીક પહોંચવાનો, તેમાં એકાકાર થવાનો શુભ હેતુ રહેલો છે. વેદમાં જે જ્યોતિષ્ટોમાદિ કર્મયજ્ઞોની કે ભૂતિની કામનાવાળા સકામ યજ્ઞોની વાત છે તેની પાછળ રહેલી સર્વોચ્ચ ભાવનાને નજર સામે રાખીને ‘નિયાગઅષ્ટક'માં ભાવયજ્ઞની સમજ આપી છે.
જે યજ્ઞમાં અગ્નિની અંદર ઘી, પશુ, સમિધ વગેરેનો હોમ કરવામાં આવે તે દ્રવ્યયજ્ઞ કહેવાય છે. આ દ્રવ્યયજ્ઞની પાછળ રહેલી ભાવનાને, સમજણને સ્વીકારીને કરવામાં આવતો ભાવયજ્ઞ તે નિયાગ છે. સાધક માટે આ ભાવયજ્ઞ કે નિયાગ આવશ્યક છે. ‘જેણે પ્રદીપ્ત કરેલા બ્રહ્મરૂપ અગ્નિમાં ધ્યાનરૂપ વેદની ઋચા (મંત્ર) વડે કર્મને હોમ્યાં છે તે મુનિ નિર્ધારિત ભાવરૂપ નિયાગને એટલે કે ભાવયજ્ઞને પ્રાપ્ત થયેલ છે.’ (૨૮/૧)
સાધકને સુખની ઇચ્છા દ્વારા મલિન થયેલા અને પાપયુક્ત એવા કર્મયજ્ઞોનું કાંઈ કામ નથી. તેને તો પાપનો નાશ કરનારા તથા કામનારહિત એવા જ્ઞાનયજ્ઞ કે નિયાગની જ આવશ્યકતા છે. (૨૮/૨)
સાધક ગૃહસ્થ પણ હોય, સાધુ પણ હોય. સંસારમાં રહેતા ગૃહસ્થ-સાધક માટે ભાવપૂર્વકની પૂજા, સ્મરણ, ચિંતન, મનન, નિદિધ્યાસન, નામસ્મરણ, જપ વગેરે સાવઘાનુષ્ઠાન કર્મ બ્રહ્મયજ્ઞ છે, જ્યારે સંસાર ત્યજીને પરમાત્માના માર્ગે વળેલા સાધુ માટે સર્વ ઉપાધિથી રહિત જ્ઞાનમગ્નતા, પરમાત્મચિંતન કે આત્મગુણોમાં તન્મયતા એ જ બ્રહ્મયજ્ઞ છે. (૨૮/૪)
કેવા યજ્ઞ દ્વારા કર્મક્ષય થઈને મોક્ષપ્રાપ્તિ થઈ શકે ? પુત્રપ્રાપ્તિ જેવા લૌકિક ઉદ્દેશથી કરવામાં આવતા યજ્ઞનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ કરતાં જુદો હોવાથી સ્વાભાવિક રીતે જ તે કર્મક્ષય કરવા માટે અસમર્થ છે. (૨૮/૫) કર્મનો ક્ષય
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
114
For Private & Personal Use Only
www.jainelibrary.org