________________
૨
અત્યંત આકરી ક્રિયામાં પણ અપ્રીતિ થતી નથી. સાધ્ય પ્રાપ્ત થતાં જે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે તે તરફ લક્ષ્ય હોવાથી સાધનોમાંથી પેદા થતાં કષ્ટો તેને કષ્ટરૂપ લાગતાં નથી. ગમે તેવા આકરા તપથી પણ તેના આંતરિક આનંદમાં સતત વૃદ્ધિ થયા કરે છે.
કયું તપ શુદ્ધ કહેવાય ? જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનની પૂજા હોય, કષાયોનો ક્ષય હોય, અનુબંધ સહિત જિનની આજ્ઞા પ્રવર્તમાન હોય તે તપ શુદ્ધ કહેવાય. (૩૧/૬)
તપ કેટલું કરવું ? જેમાં દુર્ધ્યાન ન થાય, જેનાથી મન-વચન-કાયાના યોગો હાનિ ન પામે, ઇંદ્રિયોનો ક્ષય ન થાય તે જ તપ કરવા યોગ્ય છે. (૩૧/૭) તપ કરવાની આ મર્યાદા સામાન્ય માણસને પણ સમજાઈ જાય તેમ છે.
મુનિ શા માટે તપ કરે છે ? મૂળગુણ અને ઉત્તરગુણરૂપ વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે સાધક બાહ્ય અને આત્યંતર તપ કરે છે. (૩૧/૮) અહિંસાદિ પાંચ વ્રતો ત્યાગના પ્રથમ પાયારૂપે હોવાથી, મૂળભૂત હોવાથી ‘મૂળગુણ’ કે ‘મૂળવ્રત’ કહેવાય છે અને આ મૂળવ્રતોની રક્ષા, પુષ્ટિ અને શુદ્ધિ માટે ગૃહસ્થ બીજાં જે કેટલાંક વ્રતો સ્વીકારે છે તે ‘ઉત્તરગુણ’ કે ‘ઉત્તરવ્રત’ કહેવાય છે. આ મૂળગુણ અને ઉત્તરગુણના પાલનને પુષ્ટિ મળે તે માટે સાધક બાહ્ય અને આત્યંતર તપ કરે છે.
(૨) ધ્યાન
બાહ્ય તથા આત્યંતર તપ કરતાં કરતાં સાધક એવી અવસ્થાએ પહોંચે છે જ્યારે તે પોતાની સાધનામાં લીન થઈ જાય છે. આ અવસ્થા તે ધ્યાનાવસ્થા છે. ‘ધ્યાતા' એટલે ધ્યાન કરનાર સાધક, ‘ધ્યેય’ એટલે જે ધ્યાન કરવા યોગ્ય છે તે, અને ધ્યાન' એટલે ધ્યાનની સમગ્ર પ્રક્રિયા. “ધ્યાતા, ધ્યેય, ધ્યાન આ ત્રણેની એકતા જેને પ્રાપ્ત થયેલ છે અને જેનું ચિત્ત અન્યત્ર નથી તેવા મુનિને દુઃખ હોતું નથી.” (૩૦/૧) એમ કહીને ધ્યાનવસ્થા તરફ ઇશારો તો કર્યો જ છે.
ધ્યાતા કોણ છે ? ‘અંતરાત્મા’. ધ્યેય કોણ છે ? ‘પરમાત્મા’. ધ્યાન શું છે ? ‘એકાગ્રતાની બુદ્ધિ' તે ધ્યાન છે. આ ત્રણની એકતા તે ‘સમાપત્તિ’ એટલે કે સમાધિની અવસ્થા છે. (૩૦/૨)
સમાપત્તિની સ્થિતિને દૃષ્ટાંત દ્વારા સમજીએ. ઉત્તમ મણિ નિર્મળ હોવાથી તેમાં વસ્તુનું ચોખ્ખું પ્રતિબિંબ પડે છે. સતત ધ્યાન કરવાથી અંતરાત્માની મળરૂપ
સાધક અને સાધનામાર્ગ
113
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org