________________
અનુભવના દીવા વગર તો અંધારું જ છે. જ્યારે અનુભવના દીવાનો પ્રકાશ ઝળહળે છે ત્યારે સત્યનું ગાન જ ગવાય તે સ્વાભાવિક છે. પરમાત્મા સાથેની લીનતામાં ધારણા, ધ્યાન, સમાધિની એકતા આપોઆપ સધાઈ જાય છે.
ઉપાધ્યાયજીની સુવિકસિત પ્રજ્ઞાનો ખ્યાલ આ ભાવપૂજાની સમજૂતીમાંથી આપણને આપોઆપ આવી જાય છે.
સાધક જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલો વિધાયક પ્રયત્ન કરે તો પણ તેના માર્ગમાં ક્યારેક ક્યારેક રુકાવટો આવી જાય છે. કર્મના નિયમ પ્રમાણે તેના અગાઉનાં કરેલાં કર્મો પાકતાં જાય તેમ તેમ તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. ભવિષ્ય માટે નવાં પાપકર્મો ન બંધાય તેનું ધ્યાન તો તે કદાચ રાખી શકે, પણ ભૂતકાળમાં કરેલાં કર્મોની બાબતમાં તેનું કશું ચાલતું નથી. આ કરેલાં કર્મોના ફળ તેને ભોગવવા પડે છે. આ કર્મોની નિર્જરા કેમ જલદી કરી શકાય ? તપ દ્વારા કર્મબળને સૂકવી દેવામાં આવે તો નિર્જરા દ્વારા કર્મો જલદીથી ભોગવાઈને નાશ પામે છે. જૈન દર્શન નિર્જરા માટે તપને જરૂરી ગણે છે. (૧) તપ
કર્મને તપાવે તે તપ” આ તપની ટૂંકી પણ સચોટ વ્યાખ્યા છે. જૈન દર્શનમાં તપના મુખ્ય બે પ્રકાર રજૂ થયા છે : બાહ્ય તપ અને આત્યંતર તપ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા – આ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય – આ છ આત્યંતર તપ છે. આ બંને પ્રકારના તપમાં આવ્યંતર તપ ઇષ્ટ છે, અને આ આત્યંતર તપને વધારે તેવું બાહ્ય તપ પણ ઇષ્ટ છે. (૩૧/૧) માત્ર વિધિવત્ રીતે થતા બાહ્ય તપનું મૂલ્ય ઓછું છે. જ્ઞાન સાથેના આચરણનું મૂલ્ય ઘણું વધારે છે. તેથી જ તો જ્ઞાની પુરુષો ઘણી વખત સામા પ્રવાહે ચાલીને પણ જે સાચું અને સારું હોય તેનું જ આચરણ કરે છે. તેમની આ પ્રાતિસ્રોતસિકી વૃત્તિ પણ ઉત્કૃષ્ટ પરૂપ છે. (૩૧/૨).
ધનના અર્થીને ટાઢ-તાપ વગેરે કોની પરવા હોતી નથી. તે બધાં કષ્ટો સહન કરીને પણ ધન મેળવવા માટે મહેનત કરે છે. તે જ રીતે સંસારથી વિરક્ત થયેલા તત્ત્વના અર્થી એવા સાધકને પણ તપ દુસ્સહ લાગતું નથી. (૩૧/૩) સાધક આ બધાં કષ્ટોને પણ હસતા મોંએ સહન કરી લે છે, કારણ કે તેની નજર તો આ કષ્ટો પાર કર્યા પછી મળનારી મોક્ષની, પૂર્ણતાની મીઠાશ પર જ છે. (૩૧/૪) જેમ ચકોર પક્ષીઓને ચાંદનીને પીવા માટે થઈને અગ્નિના કણને ખાવામાં પણ તકલીફ પડતી નથી, તેમ યોગીઓને સમાધિમાં પ્રીતિ હોવાથી
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org