________________
બહાર ક્યાંય જવાની પણ જરૂર નથી, કારણ આત્માના શુદ્ધ સ્વરૂપને છોડીને બીજા કોઈ દેવની કે સર્જનહાર ઈશ્વરની આવશ્યકતા પણ જૈન દર્શનમાં નથી. અરિહંત, સિદ્ધ વગેરે સૌ પોતાના સ્વપ્રયત્ન અને પુરુષાર્થથી અશુદ્ધ સંસારી જીવમાંથી શુદ્ધ જીવરૂપ બનેલ શુદ્ધાત્માઓ જ છે.
જિનપ્રતિમાની પૂજા કરતાં પહેલાં શુદ્ધ થવું પડે. પાણી વગેરે દ્રવ્યોની સાથે ભાવપૂજા માટે કેટલાક ગુણો જરૂરી છે. દયારૂપ પાણીથી સ્નાન કરવાનું છે. સંતોષરૂપ શુભ વસ્ત્રો ધારણ કરવાનાં છે. વિવેકરૂપ તિલક કરીને ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર તથા ચંદનના રસથી શુદ્ધ આત્મારૂપ દેવના નવ જાતનાં બ્રહ્મચર્યરૂપ અંગો ઉપર પૂજા કરવાની છે. (૨૯/૧, ૨) ભાવપૂજા માટેના શુદ્ધીકરણનો વિચાર કરીએ તો સાચું સ્નાન કર્યું ક્યારે કહેવાય ? સાધકના હૈયામાં જ્યારે દયાનો ઝરો પ્રગટે ત્યારે સાચું સ્નાન કર્યું કહેવાય. આ દયારૂપ ઝરામાં જેણે સ્નાન કર્યું છે તેનું હૃદય જીવમાત્ર પ્રત્યેની દયાથી છલકાઈ જાય છે. તે સર્વ નયને આશ્રિત થવાથી “મારું તે સાચું એ જક્કી વલણના બદલે “સાચું તે મારું' એ ઉદાર વલણ અપનાવે છે. જીવમાત્ર પ્રત્યે તેના રોમેરોમે દયા અને કરુણા પ્રગટે છે. તે જ રીતે જ્યારે તે સંતોષરૂપ વસ્ત્ર ધારણ કરે ત્યારે તેનામાં લોભ વૃત્તિને અવકાશ રહેતો નથી. વિવેકરૂપ તિલક કરે ત્યારે તેનામાં સારાખોટાના વિવેકનો ઉદય થાય છે. ભક્તિ અને શ્રદ્ધા આવતાં તેનું જીવન સુવાસિત બને છે.
આ શુદ્ધ આત્મારૂપ દેવને ક્ષમારૂપ ફૂલની માળા પહેરાવવાની છે, સમ્યગુ વ્યવહાર અને નિશ્ચયરૂપ વસ્ત્રયુગલ અને ધ્યાનરૂપ અલંકાર માનપૂર્વક પહેરાવવાના છે. આત્મદેવની સન્મુખ આઠ મદના ત્યાગરૂપ સ્વસ્તિક આદિ અષ્ટમંગલ કરવાના છે. જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણાગુરુનો ધૂપ કરવાનો છે. આ રીતે પૂજા કરવાથી શુદ્ધ ઉપયોગરૂપ, નિર્વિકલ્પ સમાધિરૂપ પૂજા થઈ ગણાય. (૨૯/૩, ૪) નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવું હોય તો ક્ષમા, નિશ્ચય-વ્યવહાર, ધ્યાન, આઠ મદનો ત્યાગ, શુભ સંકલ્પ – આ બધી બાબતો જરૂરી છે.
ધર્મસંન્યાસરૂપ અગ્નિથી પૂર્વના ક્ષાયોપથમિક ધર્મરૂપ લવણ ઉતારીને અર્થાતુ તેનો ત્યાગ કરીને સામર્થ્યયોગરૂપ આરતીની વિધિ પૂરી થાય. આત્મારૂપ દેવ પાસે અનુભવરૂપ મંગળદીવાનું સ્થાપન કરવું જરૂરી છે. ગીત, નૃત્ય, વાજિંત્ર – આ ત્રણેની એકતાની જેમ સંયમવાળા થઈને ઉલ્લસિત મને સત્યરૂપ ઘંટ વગાડતાં ભાવપૂજામાં લીન થઈએ તો મોક્ષ હાથવેંતમાં છે. (૨૯/૫ થી ૭)
સાધક અને સાધનામાર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org