________________
કોઈપણ જાતની બાધા વગરનું જ્ઞાન મોક્ષ માટે જરૂરી છે. આ મોલ બંધની નિવૃત્તિરૂપ છે, અર્થાત્ મોક્ષ પ્રાપ્ત થતાં કર્મબંધ રહેતો નથી. જેની પરની આશા નાશ પામી છે તે વ્યક્તિ પોતાની પ્રગતિ કે મુક્તિ માટે બીજા ઉપર આધાર રાખતી નથી. કોઈની કૃપા કે આશીર્વાદ નહીં, પણ સ્વપ્રયત્ન કે પુરુષાર્થ મોક્ષપ્રાપ્તિ કે ધ્યેયપ્રાપ્તિ માટે જરૂરી છે. વળી પરની આશા એટલે પોતાના જીવાત્મા સિવાય અન્ય જીવો કે કોઈપણ અજીવ તત્ત્વની આશા નાશ પામે તે પણ જરૂરી છે. મારો મોક્ષ કોઈ બીજું નહીં મેળવી આપે. બીજા બધા માત્ર નિમિત્તકારણ બની શકે. બીજા કોઈ આવે અને મારો મોક્ષ થાય તે શક્ય નથી. મારો મોક્ષ મેળવવા માટે શક્તિમાન તો હું પોતે જ છું. (૨) સિદ્ધયોગ
જૈન દર્શનના મત અનુસાર અરિહંત પદવી તે મોક્ષની બાબતમાં સર્વોચ્ચ એવી સિદ્ધ પદવીથી સૌથી નજીકની પદવી છે. જે જીવાત્મા સર્વ કર્મબંધનોને તોડીને પોતાના શુદ્ધતમ સ્વરૂપને પામે છે તે સિદ્ધ થાય છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. અરિહંત અને સિદ્ધમાં ફેર એટલો છે કે અરિહંત તે જીવન્મુક્ત છે અને કર્મબંધને કારણે તેનું શરીર ટકી શકે છે. જ્યારે આ કર્મબંધ તૂટે અને તે શરીર ત્યજે ત્યારે તે સિદ્ધ બને છે, વિદેહમુક્ત બને છે. અરિહંત પદવી દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ રત્નોથી પવિત્ર છે. અરિહંતને “કેવલી” કહેવાય છે.
જે સાધુ સિદ્ધયોગને પામે છે અર્થાત્ ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતાના યોગોને જીતીને સિદ્ધિ સુધી પહોંચે છે તે સાધુને યોગમાં કુશળતા પ્રાપ્ત થાય છે અને ત્યારે તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર – એ રત્નત્રયીથી પવિત્ર એવી અરિહંત પદવી ગમે ત્યારે મળી શકે છે. (૨૦-૮)
સાધક જીવમાત્રની સમાનતાને પ્રાધાન્ય આપે, ઇંદ્રિયજય કરે, શાસ્ત્રોના સંપર્કમાં રહે, પરની આશાને છોડીને નિર્વિકાર અને નિરાબાધ જ્ઞાનને પામે, સિદ્ધયોગને પામે વગેરે લાયકાત કેળવે ત્યારે તેના માટે મોક્ષપ્રાપ્તિ શક્ય બને છે.
સાધકના ગુણો મોક્ષ મેળવવા માટે કોણ અધિકારી છે ? તે અંગે વિચારતાં જણાય છે કે ચાર્વાક સિવાયના લગભગ દરેક ભારતીય દર્શનની જેમ જૈન દર્શનમાં પણ મોક્ષ મેળવવા માટે અમુક અધિકાર, યોગ્યતા હોવી જોઈએ તે વાતનો સ્વીકાર થયેલ છે.
સાધક અને સાધનામાર્ગ
105
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org