________________
જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તે યોગી જગતના સર્વ જીવોને સમાનરૂપે અનુભવે છે, પોતાના આત્માથી અભિન્ન જુએ છે. જીવોમાં જે કર્મકૃત વૈષમ્ય છે, તેને ગૌણ ગણીને તથા દ્રવ્યાસ્તિક નયથી જીવોના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને મુખ્ય કરીને પ્રત્યેક જીવની સમાનતાને પ્રાધાન્ય આપે છે. (૯/૨). (ખ) ઇંદ્રિયજય
સાધક સંસારથી ભય પામીને મોક્ષપ્રાપ્તિ ઝંખે તો તે માટે તેણે ઇંદ્રિયજય કરવા પ્રવૃત્તિમાન બનવું જરૂરી છે. (૭/૧) ઈંદ્રિયો પોતપોતાના વિષયમાં આકર્ષાતી હોય ત્યારે ઇંદ્રિયો ઉપર કાબૂ મેળવીને, તેને જીતીને અંતર્મુખ થવું જરૂરી છે. ઇંદ્રિયો બહિર્મુખ હોય ત્યારે મોક્ષ પ્રતિ ગતિ થાય તે શક્ય જ નથી. ઇંદ્રિયજય એટલે શું ? તે કેવી રીતે થાય ? ઇંદ્રિયજય એટલે વર્ણ વગેરે વિષયોમાં ઇષ્ટપણાનું કે અનિષ્ટપણાનું આરોપણ ન થાય, માત્ર વર્ણાદિ વિષયોનું જ્ઞાન થાય તે. ઇંદ્રિયો દ્વારા વર્ણ વગેરેનું જ્ઞાન થાય તે તો સ્વીકાર્ય છે, પરંતુ આ વર્ણાદિ વિષયોમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું આરોપાય તે સ્વીકાર્ય નથી, કારણ કે ઇષ્ટ-અનિષ્ટનો સંબંધ મોહ સાથે છે.
વળી ઇંદ્રિયજય કરવો બીજી રીતે પણ જરૂરી છે. હકીકત એ છે કે જેમ હજારો નદીઓથી પણ સમુદ્રનું ઉદર તૃપ્ત થતું નથી તેમ ઇંદ્રિયો પણ વિષયોથી કદી તૃપ્ત થતી નથી. (૭/૩) ઇંદ્રિયોને નહિ ભોગવેલા વિષયોમાં ઇચ્છા થાય છે, ભોગવાતા વિષયોમાં મમતા થાય છે અને પૂર્વે ભોગવેલા વિષયોનું સ્મરણ થાય છે. ઇંદ્રિયોના વિષયોમાં આસક્તને તૃપ્તિ થતી નથી. ઇંદ્રિયોની અભિલાષા શમ અને સંતોષથી જ પૂર્ણ થાય છે. સાધક માટે ઇંદ્રિયજય આવકાર્ય છે. (ગ) શાસ્ત્રજ્ઞાન
| મોક્ષપ્રાપ્તિના ધ્યેયને પ્રાપ્ત કરવામાં શાસ્ત્રો પણ ઉપયોગી છે. શાસ્ત્રોક્ત આચારનું પાલન કરનાર, શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રનો ઉપદેશ કરનાર તથા શાસ્ત્રો માટે અદ્વિતીય દષ્ટિ ધરાવનાર મહાન યોગી પરમપદને અર્થાતુ મોક્ષને પામે છે. (૨૪૮) શાસ્ત્રના કહ્યા માર્ગે ચાલવાથી મોક્ષ મળે છે એ અર્થમાં શાસ્ત્રો પથપ્રદર્શક છે, સહાયક અને ઉપયોગી છે. (ઘ) નિર્વિકાર, નિરાબાધ જ્ઞાન અને પર-આશાની નિવૃત્તિ
નિર્વિકાર અને નિરાબાધ (પીડારહિત) જ્ઞાનના સારને જેણે મેળવ્યો છે અને જેની પરની અર્થાત્ અન્ય વ્યક્તિ કે વસ્તુની આશા નાશ પામી છે તે વ્યક્તિને આ ભવમાં જ મોક્ષ છે. (ઉપ) કોઈપણ જાતના વિકાર વગરનું અને
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org