________________
સાધક અને સાધનામાર્ગ
પોતાના દોષો જેમ જેમ દૂર થતા જાય તેમ તેમ સાધક ઉત્તરોત્તર ઉચ્ચ દશા પ્રાપ્ત કરતો જાય છે. જ્યારે બાહ્યદષ્ટિની પ્રવૃત્તિ બંધ પડે છે ત્યારે સાધકને પોતાની અંદર આત્મામાં પ્રગટ થયેલી સર્વ સંપત્તિ અનુભવાય છે. (૨૦/૧) જે રીતે કૃષ્ણપક્ષ પૂરો થઈને શુક્લપક્ષ શરૂ થતાં ચંદ્રની કળા દિવસે દિવસે વૃદ્ધિ પામે છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્ર ખીલી ઊઠે છે, તે રીતે ઉત્તરોત્તર પૂર્ણત્વની નજીક જતાં સાધકનું ચારિત્ર પણ સોળે કળાએ ખીલી ઊઠે છે. (૧/૮) પોતાનો વિકાસ થતાં સાધક સાધનામાર્ગે જે પ્રગતિ કરે છે તેનો તાદશ ચિતાર “જ્ઞાનસાર'માં આપવામાં આવ્યો છે.
મોક્ષપ્રાપ્તિ માટેની લાયકાત - પૂર્ણત્વ કે મોક્ષ એ સાધનામાર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકનું ધ્યેય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સાધકમાં કેટલીક લાયકાત હોવી જોઈએ. (ક) જીવમાત્રની સમાનતા
મોક્ષગામી થવા ઇચ્છતો ઉપશમવાળો યોગી બ્રહ્મના અંશરૂપ એક સ્વરૂપવાળા જગતને પોતાના આત્માથી અભિન્ન જુએ છે.
103
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org