________________
ભયભ્રાંતિજન્ય ખેદની પરંપરા પાતળી પડી જાય છે. (૧૭/૧) જો સાધક બીજાની અપેક્ષા વગર રહે તો તેને ભય પેદા થાય તેવા કારણો જ ખૂબ ઓછાં મળે છે અને તેથી તે નિર્ભય બની શકે છે. નિર્ભય રીતે જીવનાર વ્યક્તિ સંસારસુખને બદલે જ્ઞાનસુખને પસંદ કરે છે. (૧૭/૨,૩) સંગ્રામમાં મોખરે રહેનાર શ્રેષ્ઠ હાથીને જેમ ક્યાંયથી ભય નથી તેમ બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્ર ધારણ કરનાર મુનિને પણ ક્યાંયથી ભય નથી. (૧૭/૪) વધુ એક દૃષ્ટાંત જોઈએ તો, જ્યાં મોર હાજર હોય ત્યાં સાપ ન રહે, તે જ રીતે આત્મજ્ઞાન હાજર હોય ત્યાં ભય પણ ન જ રહે. (૧૭/૫)
જીવનસંગ્રામને લડી લેવાની તાકાત સાધકમાં આવે તેવી રજૂઆત પણ નિર્ભય-અષ્ટકમાં કરી છે. યુદ્ધભૂમિમાં જે યોદ્ધાઓ બખ્તર ધારણ કરે તેને ભય પણ ન લાગે અને તેનો પરાજય પણ ન થાય; તે જ રીતે કર્યસંગ્રામરૂપ યુદ્ધમાં જે વ્યક્તિ જ્ઞાનરૂપ બખ્તર ધારણ કરે તેને ભય પણ ન લાગે અને તેનો પરાજય પણ ન થાય. (૧૬)
જ્યારે વાયુ કે પવન આવે ત્યારે આકડાનું રૂ હલકું હોવાથી આકાશમાં ભમ્યા કરે છે, તે જ રીતે મૂઢ પુરુષો હલકા હોવાથી ભયરૂપ વાયુથી ચલિત થઈને ભમ્યા જ કરે છે. પણ આ જ પુરુષો જો જ્ઞાન વડે ભારે થઈ જાય તો ભારને કારણે ભયરૂપ વાયુ તેવા પુરુષોનું રૂંવાડું પણ ફરકાવી શકતો નથી. (૧૭/૭) જે સાધુપુરુષ અખંડ જ્ઞાનરૂપ રાજ્ય મેળવે છે તેનું ચારિત્ર એવું પ્રભાવશાળી બને છે કે તે પોતે કોઈથી ભય પામતો નથી. (૧૭.૮) (જ) જ્વર
વ્યક્તિને જ્યારે શારીરિક તકલીફ થાય, રોગ થાય ત્યારે તેનો ઉપચાર કરવો પડે છે. આવી એક શારીરિક બીમારી છે તાવ કે જ્વર. આપણને જ્યારે તાવ આવે ત્યારે તે તાવ જે પ્રકારની હોય તેને અનુરૂપ દવા કરીએ તો તે તાવ ઊતરી જાય છે. માનસિક કક્ષાએ લાગુ પડતા જુદા જુદા પ્રકારના તાવને દૂર કરવાના ઉપાયો એક ચિકિત્સકની જેમ ઉપાધ્યાયજીએ “જ્ઞાનસાર'માં દર્શાવ્યા છે.
માણસને જ્યારે ઉચ્ચપણાનો દૃષ્ટિદોષ લાગુ પડ્યો હોય છે ત્યારે તેને અહમુરૂપી તાવ આવે છે. આ અહમુરૂપી તાવને દૂર કરવાનો ઉપાય શો? તેનો ઉપાય છે, પૂર્વે થયેલા સિંહ જેવા પ્રભાવી પુરુષોના ગુણોને યાદ કરવા; જેથી આ
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org