________________
બધા પ્રભાવી પુરુષોની ગુણસમૃદ્ધિ આગળ પોતે તો સાવ તુચ્છ છે તેનો ખ્યાલ આવે. જ્યારે માણસ પોતાની તુચ્છતાથી સભાન થાય છે ત્યારે તેનો અમરૂપી તાવ ઊતરી જાય છે. (૧૮/૪).
અમુક તાવમાં લાંઘણ એટલે ઉપવાસ કરાવવામાં આવે છે. જો વ્યક્તિને સ્વચ્છંદતારૂપ તાવ ચઢી ગયો હોય તો લાંઘણની જેમ શાસ્ત્ર તેમાં ખૂબ ઉપયોગી નીવડે છે. (૨૪૭) શાસ્ત્ર વ્યક્તિને હિત શીખવે છે અને તેનું રક્ષણ પણ કરે છે. (૨૪(૩) તેથી જ્યારે વ્યક્તિ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તે પોતાના હિત માટે નિયમમાં રહેતા શીખે છે અને તેની સ્વચ્છંદતા ચાલી જાય છે. " તાવ ઊતરી જાય ત્યારે દર્દીને આરામ થાય છે. તે જ રીતે જે વ્યક્તિનો દ્રિોહરૂપ તાવ, મમતારૂપ તાવ અને મત્સરરૂપ તાવ જતો રહે છે તે વ્યક્તિ સુખેથી રહી શકે છે. (૨૩/૮)
- જ્યારે તાવ આવ્યો હોય ત્યારે વ્યક્તિ જો પાણીમાં ડૂબકી મારે તો તેને વિશેષ તાવ ચઢે છે. તે જ રીતે જેને અવિવેકરૂપ જ્વર ચઢ્યો હોય તે જડપુદ્ગલોમાં મગ્ન બને તો તેને વરનું વિષમપણું થાય છે. તેનાથી ઊલટું જે વ્યક્તિ આત્મામાં જ આત્માને જાણીને આત્મજ્ઞાનમાં મગ્ન બને છે તેને પુગલમાં મગ્ન થવાથી ઉદ્ભવતો અવિવેકરૂપ જ્વર આવતો નથી, કારણ કે તે પુદ્ગલ અને આત્માનો ભેદ જાણે છે. (૧૫/૭), (ઝ) મર્મપ્રહાર
વ્યક્તિને જ્યારે મર્મસ્થાને વાગ્યું હોય ત્યારે તેની વેદનાનો ખ્યાલ તેના મોં પરથી અને તેની શારીરિક સ્થિતિ પરથી જ આવી જાય છે. તે જ રીતે જ્યારે વ્યક્તિ લોકસંજ્ઞાથી હણાય છે ત્યારે તેની “ધીમે ચાલવું અને નીચે જોવું' જેવી પ્રવૃત્તિઓ પણ તેના સત્યવ્રતરૂપ અંગમાં થયેલ મર્મપ્રહારની મહાવેદનાનો ખ્યાલ આપે છે, તેની ધર્મક્રિયાઓ પણ તેની હણાયેલી લોકસંજ્ઞાનું જ સૂચન કરે છે. (૨૩/૬) (2) અસ્થિરતા
અમુક બીમારીમાં દવા કામ કરતી નથી. દા.ત. શરીરમાં અંદર કોઈ મોટું શૂળ, શલ્ય કે કાંટો હોય તો જ્યાં સુધી તેને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી બાહ્ય ઔષધ ગુણકારક થતાં નથી. આ પરિસ્થિતિમાં દવા કામ ન કરે, ઔષધ કારગત ન નીવડે તો તેમાં ઔષધનો દોષ નથી, પણ ત્યારે શલ્યને દૂર
સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ
10]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org