SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગે વાપરીને વેડફી નાંખે છે અને પોતાને મળેલ બુદ્ધિશક્તિનો વ્યય કરે છે. જેમ કે, જેવી રીતે નાનાં બાળકો બેઠાં બેઠાં કાંકરા નાખવા જેવી અર્થહીન પ્રવૃત્તિઓ કર્યા કરે છે, તેવી રીતે ઘણી વ્યક્તિઓ અવારનવાર કુતર્કરૂપ કાંકરા નાખ્યા જ કરે છે. જરૂર ન હોય ત્યાં પણ કુતર્ક અને કુયુક્તિનો ઉપયોગ કર્યા કરે છે. ઠરેલ વ્યક્તિએ કેવી રીતે રહેવું જોઈએ ? તેનો જવાબ એ છે કે કતકરૂપ કાંકરા નાખવાની બાલચપલતાનો ત્યાગ કરીને, અંતરાત્માથી મધ્યસ્થ થઈને ઉપાલંભ ન આવે તે રીતે, એટલે કે અંતરંગ પરિણામથી રાગ-દ્વેષ વગરના થઈને ઠપકો ન આવે તે રીતે રહેવું જોઈએ. (૧૬/૧) " કુતર્ક અને કુયુક્તિની વાત બીજી રીતે પણ સમજવી જરૂરી છે. જેમ વાંદરો ગાયને પૂંછડા વડે ખેંચીને તેને સળી કર્યા કરે છે, તેમ તુચ્છ આગ્રહવાળા પુરુષોનો મનરૂપી વાંદરો બેઠાં બેઠાં યુક્તિરૂપ ગાયને પૂંછડા વડે ખેંચ્યા કરે છે. જે વ્યક્તિ ઠરેલ છે, મધ્યસ્થ છે તે કોઈ દિવસ આવી રીતે વર્તન કરતી નથી. જેમ વાછરડું ગાયની પાછળ દોડે છે તેમ મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછરડું યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. (૧૨) (છ) ભય સંસારમાં માણસને ક્યારેક ક્યારેક ભયનો અનુભવ થાય છે. વ્યક્તિનો પોતાનો કોઈ સીધો દોષ ન હોય તોપણ ભયને કારણે વ્યક્તિને ઘણું નુકસાન થાય છે. ખરેખર તો, ભય લાગે ત્યારે પલાયન થઈ જવાને બદલે પરિસ્થિતિનો સામનો તો કરવો જ જોઈએ. ભયનો સામનો કેવી રીતે કરી શકાય ? અથવા તો નિર્ભય કેવી રીતે બનાય ? તે જોઈએ. વ્યક્તિ જો પોતે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને ઇન્દ્રિયો પર વિજય મેળવે તો તેનો સંસારનો અને ભવભ્રમણનો ભય પણ દૂર થાય જેના પરિણામે મોક્ષપ્રાપ્તિ શક્ય બને. (૭/૧) વિષનું ઔષધ વિષ છે, અગ્નિનું ઔષધ અગ્નિ છે તે વાત સાચી છે, કારણ કે જે સંસારથી ભય પામેલો છે તેને ઉપસર્ગો આવવા છતાં પણ ભય લાગતો નથી, એટલે કે ભયનું ઔષધ પણ ભય જ છે. (૨૨૭) સાધકે નિર્ભય થવું શા માટે જરૂરી છે તે નિર્ભય-અષ્ટકમાં જુદી જુદી રીતે સમજાવ્યું છે. ' સ્વ-ભાવમય બનીને વિહરતા જે સાધકને પરાપેક્ષા નથી તે સાધકની સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ 99. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001468
Book TitleGyansaranu Tattvadarshan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorMalti K Shah
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2000
Total Pages198
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, Philosophy, & Ethics
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy