________________
મૂલ્ય ધરાવતી નથી. આવી સ્પૃહા અને તૃષ્ણાની પકડમાંથી વ્યક્તિ છૂટતી જાય તે ઇચ્છનીય છે, જરૂરી છે.
(ઘ) સંસારસુખની ઘેલછા
સાધક વ્યક્તિ સંસારના સાચા સ્વરૂપને જાણે તો તે સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય કરવા સમર્થ બને છે.
કોઈ વ્યક્તિને સોજા આવ્યા હોય તો તેનું શરીર હૃષ્ટપુષ્ટ થયેલું લાગવા છતાં તેની આ પુષ્ટતા વિકારરૂપ છે તેમ જાણીને સ્વસ્થ વ્યક્તિ આવી પુષ્ટતા ઇચ્છતી નથી. તે જ રીતે કોઈ પ્રાણીને વધ કરવા માટે લઈ જતા હોય ત્યારે તેને કરેણના ફૂલની માળાથી શણગારવામાં આવે ત્યારે તે પ્રાણી શોભતું હોવા છતાં અંતે તે પ્રાણીનો વધ જ થવાનો હોવાથી આવો શણગાર પણ વિવેકી માણસ ઇચ્છતો નથી. આ જ રીતે સંસારની ઘેલછા પણ અંતે તો અસાર જ છે એમ જાણતા હોવાથી વિવેકી અને સ્વસ્થ સાધક મુનિ તેને ઇચ્છતા નથી અને પોતે પોતાના આત્મામાં જ તૃપ્ત રહે છે. (૧૩/૬)
સંસારનું સુખ અને જ્ઞાનનું સુખ બેમાં ઇષ્ટ શું છે ? સંસારના (એટલે પુદ્ગલના) સુખમાં સુખનો આરોપ ક૨વો તે ભ્રાંતિ છે, કારણ કે સંસારનું સુખ તો અનેક ભયરૂપ અગ્નિથી ભસ્મીભૂત થયેલ છે; જ્યારે જ્ઞાનસુખ તો સદાય ભયરહિત જ છે; તેથી તે હંમેશાં ઇચ્છનીય છે, હંમેશાં સર્વાધિક છે. (૧૭/૨)
જ્ઞાનસુખ ભયરહિત કેવી રીતે છે ? જે સાધક જાણવાયોગ્ય વસ્તુને જ્ઞાનથી જાણે છે તેને તેનું જ્ઞાન અને તેમાંથી મળતું સુખ ક્યાંય છુપાવવાની જરૂર નથી, ક્યાંય રાખી મૂકવા જેવું નથી, ક્યાંય છોડવાયોગ્ય કે દેવાયોગ્ય નથી. તેથી તેવા જ્ઞાની મુનિને ક્યાંય ભય નથી. (૧૭/૩)
કેટલીક વખત વ્યક્તિ બોર લઈને તેના બદલામાં ચિંતામણિ રત્ન આપી દે છે, તે જ રીતે ક્યારેક વ્યક્તિ જુદા જુદા પ્રકારનું લોકરંજન કરવામાં જ પોતાનો અમૂલ્ય સમય વિતાવી દે છે અને તેના બદલામાં સદ્ધર્મને ત્યજી દે છે. જેમ બોરના બદલામાં ચિંતામણિ રત્ન આપી દેવું તે મૂર્ખતા છે તેમ છીછરા સંસારસુખની પ્રાપ્તિ કરાવતા લોકરંજનના બદલામાં સદ્ધર્મને ત્યજી દેવો તે મૂઢતા છે. (૨૩/૨)
(ચ) કુતર્ક
વ્યક્તિ પોતાને મળેલ તર્કશક્તિને, વિચારશક્તિને ઘણી વખત ખોટા
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
98
For Private & Personal Use Only
www.jainelibrary.org