________________
પેદા થાય તે ફળ જેના પર પેદા થાય છે તે વિષવેલને તો કાપીને દૂર જ કરવી જોઈએ. તેનું નામ જ સૂચવે છે તે પ્રમાણે તે વિષવેલ હોવાથી તેને રાખવાથી કોઈ ફાયદો જ નથી. મૃણારૂપ વિષવેલને કાપવા માટે, મૂળમાંથી કાઢવા માટે જ્ઞાનરૂપ દાતરડું જરૂરી છે. (૧૨/૩) જ્ઞાનથી, વિવેકથી સમજપૂર્વક જેમ જેમ સ્પૃહાનાં મૂળ ખોદતાં જઈશું તેમ તેમ સ્પૃહારૂપ વિષવેલને આપણે દૂર કરી શકીશું.
આત્મવિષયક જિજ્ઞાસા અને સ્પૃહા તો ઉપાદેય છે, કારણ કે તે આપણને સાચા માર્ગે આગળ લઈ જાય છે. પરંતુ જે ઇચ્છા અનાત્મરતિરૂપ એટલે કે આત્માથી બાહ્ય પુદ્ગલો કે વિષયોને લગતી હોય છે તે સાચા માર્ગે આગળ વધવામાં અવરોધરૂપ હોય છે. તેથી ડાહ્યા અને વિદ્વાન મનુષ્ય આવી અનાત્મરતિને પોતાના મનમાંથી બહાર જ કાઢી નાખવી જોઈએ. (૧૨૪)
ખોટી લાલસાવાળા કે સ્પૃહાવાળા જીવો તણખલાની જેમ કે આકડાના રૂની જેમ હલકા દેખાય છે. આમ તો હલકી વસ્તુઓ પાણીમાં પડે તો તે પાણીમાં ઉપર જ તરે છે. પરંતુ આ સ્પૃહાવાળા જીવોની બાબતમાં આશ્ચર્યની વાત એ છે કે સંસારરૂપી સાગરમાં આવા સ્પૃહાવાળા હલકા દેખાતા જીવો ઉપર રહેવાને બદલે ડૂબી જ જાય છે. (૧૨/૫)
આ સ્પૃહાને તૃષ્ણારૂપે પણ સમજી શકાય છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સાચા માર્ગે ચઢ્યા ન હોય તેવા સામાન્ય માણસની ભૂલ ક્યાં થાય છે? તૃષ્ણાને કારણે માણસ જ્ઞાનરૂપ અમૃતને છોડીને પાંચ ઇંદ્રિયોના વિષયોરૂપ ઝાંઝવાનાં જળ પાછળ દોડે છે. તૃષ્ણાને કારણે જ્યારે વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોમાં આકર્ષાઈને તેની પાછળ દોડે છે ત્યારે તે મૃગજળ સમાન તૃષ્ણામાંથી કાંઈ સત્ત્વ પ્રાપ્ત થતું નથી. (૭૬).
- તૃષ્ણા સાપના ઝેર સમાન પણ છે. સાપનું ઝેર ઉતારવાનો ઉપાય પણ વિચારવો પડે. જેમ ગારુડીના મંત્રથી સાપનું ઝેર ઊતરી જાય છે તેમ જ્ઞાનદૃષ્ટિરૂપ મંત્રથી તૃષ્ણારૂપ સાપનું ઝેર પણ ઊતરી જાય છે. જ્ઞાનદૃષ્ટિથી જો તૃષ્ણારૂપ સાપનું ઝેર ઊતરી જાય તો દીનતારૂપ વીંછીની વેદના તો શી વિસાતમાં ? જ્ઞાનદૃષ્ટિથી તૃષ્ણાની સાથે સાથે દીનતા પણ દૂર થઈ જાય છે. (૧૪)
માયા અને લોભમાંથી વ્યક્તિના મનમાં જે ખોટી ઇચ્છાઓ, સ્પૃહાઓ, તૃષ્ણાઓ પેદા થાય છે તે વિષવેલનાં ફળની જેમ, અનાત્મરતિની જેમ, આકડાના રૂ કે તણખલાની જેમ, મૃગજળની જેમ કે સાપના ઝેરની જેમ કોઈપણ જાતનું
સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ
97
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org