________________
મૂળ તણાઈ જાય તો સમગ્ર વૃક્ષ જ ધરાશાયી થઈને પડી જાય છે. આનો સાર એ જ છે કે જે ગુપ્ત પુણ્ય છે તે જ ફળદાયક છે. (૧૮/૨) પોતે જે કાંઈ શુભ કાર્યો કર્યાં છે તેનાથી મનમાં સહેજ પણ અભિમાન આવવું ન જોઈએ કે ‘આ કાર્યો મેં કર્યાં છે'.
-
આત્મપ્રશંસા કેવી રીતે વ્યક્તિને પાડે છે આ વાત બીજી એક રીતે પણ સમજાવી શકાય. પોતાના ગુણોરૂપ દોરડાં જો બીજા ગ્રહણ કરે તો તેમને તે તારે છે, તેમના માટે તે હિતકારક થાય છે. પણ આ ગુણોરૂપ દોરડાં જો વ્યક્તિ પોતે ગ્રહણ કરે તો તે વ્યક્તિને પોતાને પાડે છે. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો સાધકના પોતાના ગુણો જો બીજા કહે તો તે સાધકને તારે છે, તેના માટે ગુણકારી નીવડે છે, પણ સાધક પોતે જ જો આત્મસ્તુતિનો દોર ગ્રહણ કરે તો તે સાધકને ડુબાડે છે, તેને માટે તે અહિતકર બને છે. (૧૮/૩)
હજી બીજી રીતે પણ આ વાત સમજાવી શકાય. જેવી રીતે પવનથી સમુદ્રનું પાણી ફોરાંરૂપે કે પરપોટારૂપે નાશ પામે છે, તેવી જ રીતે અભિમાનનો પ્રચંડ વાયુ ફૂંકાય ત્યારે આત્મસમુદ્રનાં પાણી પરપોટા બનીને નાશ પામે છે. પોતાના ગુણો પાણીના પરપોટા બનીને નાશ પામે તે જોઈને સાધકે રાજી ન થવું જોઈએ, બેસી ન રહેવું જોઈએ. (૧૮/૭)
ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયોમાંથી ‘માન’ની પકડમાંથી છૂટવું સૌથી વધુ દુષ્કર છે. જો વ્યક્તિ આત્મપ્રશંસા છોડી દે, પોતાના ગુણોનો ભાર મનમાંથી કાઢી નાખે અને ફળ આવતાં વૃક્ષો જેમ નમી જાય છે તેમ પોતાના ગુણોથી વધુ ને વધુ નમ્ર બનતો જાય તો જ તે પ્રગતિના માર્ગે આગળ વધી શકે છે.
(ગ) સ્પૃહા
સ્પૃહા એટલે ઇચ્છા કે તૃષ્ણા. જ્યારે વ્યક્તિની ઇચ્છા ખોટી લાલસાઓવાળી હોય છે ત્યારે તેની તેવી ઇચ્છાઓ કે સ્પૃહાઓથી વ્યક્તિને નુકસાન જ થાય છે. અમુક સ્પૃહા વિષવેલ સમાન હોય છે. અન્ય વનસ્પતિઓની જેમ વિષવેલ મોટી થાય ત્યારે તેને ફળ આવે છે. પણ આ વિષવેલનાં ફળ ખાઈએ તો તેનાથી તૃપ્તિ થવાને બદલે નુકસાન થાય છે. સ્પૃહારૂપ વિષવેલનાં ફળ ખાવાથી મોં સુકાઈ જાય છે, તે ખાવાથી મૂર્છા આવતાં બેભાન થઈ જવાય છે, તેનાથી દીનતા પણ આવે છે. જેનાં ફળ ખાવાથી મુખશોષ થાય, મૂર્છા આવે, દીનતા
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
Jain Education International
-
96
For Private & Personal Use Only
www.jainelibrary.org