________________
સંસારનું સ્વરૂપ અને દોષનિવારણ
કાર્મણ પુદ્ગલોને લીધે કર્મબંધનમાં ઘેરાયેલ જીવાત્મા જે સંસારમાં જીવે છે, જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે સંસારને સમુદ્રની ઉપમા આપીને તેનું સ્વરૂપ ભવોઢેગ-અષ્ટકમાં સમજાવ્યું
સંસારનું સ્વરૂપ
સંસારરૂપી સમુદ્રનું તળિયું અજ્ઞાનરૂપ વજનું બનેલું છે, જેને ભેદવું બહુ દુષ્કર છે. સંકટરૂપ પર્વતોના સમૂહથી ઘેરાયેલા તેના માર્ગો દુર્ગમ છે. ક્રોધ, માન, માયા, લોભ – આ ચાર કષાયોરૂપી પાતાળકળશો ચિત્તના સંકલ્પરૂપ વેલાની વૃદ્ધિ કરે છે. સંસારસમુદ્રના મધ્ય ભાગમાં સ્નેહ કે રાગરૂપ ઇંધણથી કામરૂપ વડવાનલ સદાય બળ્યા કરે છે અને તેમાં રોગ, શોકરૂપ માછલા અને કાચબા ભરપૂર છે. દુબુદ્ધિ, મત્સર અને દ્રોહરૂપ વીજળી, વાવાઝોડા અને ગર્જનાને કારણે વહાણવટીઓ-મુસાફરો તોફાનરૂપ સંકટમાં સપડાય છે. જ્ઞાની વ્યક્તિ આ ભયંકર સંસારસમુદ્રથી ભયભીત થઈને તેને તરી જવાનો ઉપાય ઝંખે છે. (૨૨/૧ થી ૫)
91 For Private & Personal Use Only
Jain Education International
:
www.jainelibrary.org