________________
આ વર્ણનમાં જીવની વર્તમાન દશા વિશે કેટલીક મહત્ત્વની બાબતોનું આલેખન કરવામાં આવ્યું છે. જે અજ્ઞાનને કારણે જીવના સ્વરૂપની આડે આવરણો આવી જાય છે તે અજ્ઞાનને દૂર કરવું બહુ દુષ્કર છે. કષાયો અને રાગને કારણે જીવ રોગ, શોક, સંકટ વગેરેમાં ફસાય છે. દુર્બદ્ધિ, મત્સર, દ્રોહ જેવા મનોભાવોને લીધે તેની મુશ્કેલીમાં વધારો થાય છે. સાધકની વર્તમાન દશા
જ્ઞાની વ્યક્તિ આવા દારુણ સંસાર સમુદ્રને તરવા તો ઇચ્છે છે, પણ આ કામ કાંઈ સહેલું નથી. માત્ર ઇચ્છા રાખવાથી તો ધ્યેયની સિદ્ધિ હાંસલ થતી નથી. માનવમનના અચ્છા જાણકાર ઉપાધ્યાયજી સાધકની વર્તમાન દશાથી બરોબર પરિચિત છે. સાધક જે મનોદશામાંથી પસાર થાય છે તેમાં ક્યારેક પરિસ્થિતિ એવી સર્જાય છે કે સાધક પોતાને જે કરવું જોઈએ તે કરી શકતો નથી અને જે ન કરવું જોઈએ તેનાથી તે બચી શકતો નથી. દુર્યોધનની મૂંઝવણ જે શબ્દો દ્વારા વ્યક્ત થઈ છે તે શબ્દો સાધકની વર્તમાન દશાને લાગુ પડે છે. દુર્યોધન જણાવે છે, “ધર્મ શું છે તે જાણવા છતાં તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મ શું છે તે જાણવા છતાં તેમાંથી મારી નિવૃત્તિ થતી નથી. જિંદગીના માર્ગમાં સાધક પણ વારંવાર આવી મથામણ અનુભવે છે અને મનોદૌર્બલ્યની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દોષ જાણવા છતાં તેને ત્યજી શકતો નથી.' લોકોની વિવિધ પ્રકારની મનઃસ્થિતિ
પોતપોતાની આગવી વિચારસરણીને કારણે સંસારમાં લોકોની જાતજાતની મનઃસ્થિતિ જોવા મળે છે. આ વિવિધ મનઃસ્થિતિ દ્વારા પણ સાધકની વર્તમાન દશાનો વાસ્તવિક ખ્યાલ આવે છે. લોકોના મનની જુદી જુદી પરિસ્થિતિનું ચિત્રણ “જ્ઞાનસાર'માં કંઈક આ રીતે જોવા મળે છે :
કેટલાક લોકોનું મન વિષયરૂપ તાવથી પીડિત હોય છે, કેટલાક લોકોનું મન કુતર્કથી મૂચ્છિત થયેલું હોવાથી વિષના આવેગયુક્ત હોય છે, વળી કેટલાક લોકોનું મન ખોટા વૈરાગ્યને કારણે હડકવા થયો હોય તેવું થઈ ગયું હોય છે. હડકવા થયો હોય એવી વ્યક્તિની જેમ તે વ્યક્તિને કાલાંતરે માઠો વિપાક થાય છે. કેટલાક લોકોનું ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું હોય છે, જેમાંથી કંઈ પ્રાપ્તિ થતી નથી. આ બધામાં થોડાક લોકોનું મન જ વિકારના ભારથી રહિત એવા જ્ઞાનસારથી રક્ષાયેલું હોય છે. (ઉપ./૧૪).
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
92
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org