________________
ટિપ્પણ
૧. ઔદિયક વગેરે પાંચ પ્રકારના ભાવો ‘પ્રશમતિમાં શ્લોક ૧૯૬માં આ
રીતે રજૂ થયા છે :
" भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चति ।। "
અર્થાત્ જીવને અનેક પ્રકારના ભાવો થાય છે. તેના અનુક્રમે પાંચ પ્રકાર પડે છે ઃ ૧. ઔદિયક ભાવ, ૨. પારિણામિક ભાવ, ૩. ઔપમિક ભાવ, ૪. ક્ષાયિક ભાવ અને ૫. ક્ષાયોપશમિક ભાવ.
જુદી જુદી સ્થિતિમાં વર્તવું તે ભાવ. ૧. ઉદયથી પેદા થાય તે ઔયિક ભાવ. દા. ત. મેલ ભળે તેથી પાણી ડહોળું દેખાય તે. ૨. કોઈ પણ દ્રવ્યનું જે સ્વાભાવિક સ્વરૂપપરિણમન છે તે પારિણામિક ભાવ. દા.ત. પાણીની સ્વચ્છતા. ૩. કર્મના ઉપશમથી પેદા થાય તે ઔપમિક ભાવ. દા.ત. મેલ નીચે બેસી જવાથી પાણીમાં આવતી સ્વચ્છતા. ૪. કર્મના ક્ષયથી પેદા થાય તે ક્ષાયિક ભાવ. દા.ત. કચરો કાઢી નાખવાથી પાણીમાં જે સ્વચ્છતા આવે તે. ૫. ક્ષય અને ઉપશમથી પેદા થાય તે ક્ષાયોપશમિક ભાવ.
આ પાંચેય ભાવોના અનુક્રમે ૨૧, ૩, ૨, ૯ અને ૧૮ ભેદ દર્શાવીને આ પાંચેય ભાવોનો સંયોગ થાય તે છઠ્ઠા સાન્નિપાતિક ભાવના ૧૫ પ્રકારો ‘પ્રશમરતિ’ના ૧૯૭મા શ્લોકમાં દર્શાવ્યા છે.
Jain Education International
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
90
For Private & Personal Use Only
www.jainelibrary.org