________________
કર્મવિચાર
“જ્ઞાનસારમાં જ્યાં જ્યાં કર્મને લગતા વિચારો રજૂ થયા છે ત્યાં ત્યાં કર્મબંધનનાં કારણ કે પ્રકારો જેવી તાત્ત્વિક બાબતોની સીધી રજૂઆત ક્યાંય નથી, પણ જીવની કર્માધીનતાની રજૂઆત અવારનવાર થઈ છે. કર્મવેષમ્ય
જેમ ઊંટની પીઠ ક્યાંય એકસરખી હોતી નથી, વાંકીચૂંકી કે વિષમ હોય છે તેમ કર્મની રચના પણ વિષમ હોય છે. પ્રત્યેક જીવ જાતિ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ વગેરે જે કાંઈ પ્રાપ્ત કરે છે તેમાં ઘણી વિષમતા હોય છે. આ વિષમતાને કારણે જ યોગીને કર્મની સૃષ્ટિમાં પ્રીતિ થતી નથી. (૨૧/૪).
કર્મની વિષમતા જુદી જુદી રીતે સંસારમાં જોવા મળે છે. જેમ કે જે બળવાન રાજાના ભૂભંગમાત્રથી પર્વતો પણ ભાંગી જતા હોય, તે બળવાન રાજાઓને પણ જ્યારે કર્મની વિષમ દશા પ્રાપ્ત થાય છે, ત્યારે તેઓ ભિક્ષા પણ મેળવી શકતા નથી. (૨૧/૨) તો વળી કોઈ વ્યક્તિ દેખીતી રીતે જાતિથી અને ચતુરાઈથી હીન હોય, પણ તેના
Jain Education International
• 85 For Private & Personal Use Only.
www.jainelibrary.org