________________
પુગલ અનિત્ય છે, અશુચિ છે, અનાત્મરૂપ છે. આવા પુદ્ગલોમાં મમત્વ એ જીવના કર્મબંધનનું કારણ છે. જીવ અને પુદ્ગલ જુદા હોવા છતાં તેમના ભેદનું જ્ઞાન અત્યંત દુર્લભ છે. પુદ્ગલની દૃષ્ટિથી માત્ર વસ્તુના બાહ્ય સ્વરૂપને જ જાણી શકાય. પુદ્ગલથી જે તૃપ્તિ મળે તે માત્ર પુદ્ગલને જ મળે, આત્માને નહીં – વગેરે કથનો છેવટે તો મોક્ષ માટેનો પુરુષાર્થ કરવા તરફ ઇંગિત કરે છે.
જૈન દર્શનમાં સ્વીકારાયેલ નવ તત્ત્વોમાંથી બે તત્ત્વો “જીવ' અને “અજીવ” વિષેની “જ્ઞાનસાર'માં વ્યક્ત થયેલ તત્ત્વવિભાવનાઓનો પરિચય મેળવતાં ખ્યાલ આવે છે કે તેમાં જીવ અને પુદ્ગલની ભિન્નતા ઉપર ખાસ ભાર મુકાયેલો જોવા મળે છે.
આ નવ તત્ત્વોમાંનાં બાકીનાં સાત તત્ત્વો (પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ) અંગે સીધેસીધી કોઈ તાત્ત્વિક ચર્ચા “જ્ઞાનસારમાં થયેલ નથી, પરંતુ તેના કર્મસંબંધિત શ્લોકોમાં, દોષો કેમ દૂર કરવા તેના ઉપાયોમાં અને સાધનામાર્ગના નિરૂપણમાં આ તત્ત્વો અંગેની રજૂઆત આડકતરી રીતે થયેલી જોઈ શકાય છે, તેનાથી હવે માહિતગાર થઈએ.
ટિપ્પણ
૧. જુઓ : “જૈનદર્શન', કોઠારી, પૃ. ૧૩૩
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
84
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org