________________
પંચમ અંક
(દશ્ય ૧) (કલકંઠ પ્રવેશે છે)
કલકંઠ : (ઊંચે અવલોકીને) તો, રાત્રિ વીતી ગઈ ! સૂર્યોદય પણ થઈ
ગયો. કેવું સોહામણું લાગે છે !
અંધારાના ઊકરડાને કિરણરૂપી ચરણે વીંખતો તારક-કીટકને કાંઈ હણતો, કલગી ઉષાની ધરતો ઉલાળતો જળહળતાં પીંછાં કિરણોનાં, કુંકુમવરણો
નીકળ્યો પૂર્વ દિશાના ઘરથી “સૂર્ય' નામનો આ કૂકડો ! (૧) (પછી જરા નિર્વેદ સાથે) કેવી વિટમણા છે આ ! રાજસેવામાં જ રાચ્યા પચ્યા રહેતા મારા સ્વામી અભયકુમારને, રાત્રિ-દિવસ પ્રતીક્ષામાં ઝૂરતી પ્રિયતમ પત્નીને મરવાનો પણ અવકાશ નથી! કોઈએ સાચું જ કહ્યું છે : “અન્ય-આસક્તનો સ્નેહ,
દાસત્વ, યાચના તથા કૃપણોની પ્રશંસા, આ
ચાર છે વિષ કારમાં...(૨) અરે રે ! અન્તિમ રાત્રિ પણ વહી ગઈ. હજીયે જો ચોર નહિ પકડાયો હોય રાજાજી દ્વારા મંત્રીશ્વરની શી દશા થશે, તેની કલ્પના પણ થથરાવી મૂકે છે !
(નેપથ્યમાં ગાન-સ્વર) હવે તો અ-ભય તમે પુર-લોકો ! રાત-દિવસ ભમજો સ્વચ્છજે, કોઈ ન નડતર-રોકો રાત્રિના સમ ધર્મક્રિયાઓ, કરજો મૂકી શકો
દુષ્ટ ચોર પકડાઈ ગયો છે, ભયને નહિ અવ મોકો... (૩) કલકંઠ : ઓહ, આ તો પિંગલનો સ્વર ! આજે કાંઈ બહુ પ્રસન્ન લાગે છે !
(સામેથી પિંગલ આવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org