________________
અંક ૫]
[ ૬૩ ક્લકંઠ : (આતુરતાથી પિંગલની સમીપે જઈને) પિંગલ ! ખરેખર ચોર
પકડાઈ ગયો ? પિંગલ : (ઉન્માદભર્યા સ્વરે) હા, હા, પકડાઈ જ ગયો! નિ:સંદેહપણે ચોર
પકડાઈ ગયો, ભાઈ ! કલકંઠ ઃ તો તું આ પ્રભાતના પ્રહરમાં ક્યાં ઉપડયો ? પિંગલ : નગરરક્ષકનો આદેશ થયો કે મહારાજ આ સમયે ક્યાં હશે તે જોઈ
આવ, એટલે ત્યાં જઉં છું. મહારાજ ક્યાં હશે તે વિષે તું કાંઈ
જાણે છે ? લકંઠ : મહારાજ તો રાજસભામાં આવી ગયા છે, વારુ ! પિંગલ ઃ તો હું જાઉં ને નગરરક્ષકને જાણ કરું. ક્લકંઠ : મને પણ મંત્રીશ્વરે ચોર વિષે ભાળ કાઢવા જ મોકલ્યો છે. હું પણ સત્વર પહોંચું, અને મંત્રીશ્વરને ચોર પકડાયાની જાણ કરું.
(બન્ને જાય છે.)
પડદો
(દશ્ય ૨) (જવનિકા) ખૂલે છે. સભામાં રાજા, સિંહલ, કુન્તલ તથા બંદીજનો
દૃષ્ટિગોચર થાય છે.) બંદી : મોટાં પાન દિશા બધી, હિમકણો રૂપે છવાયા ગ્રહો
ભૃગો દિગ્ગજ વ્યાસ ગોળ ફરતા, પુષ્પાર્ક ગંગા ગણો ચાંદો સૂરજ બહુ હંસ ઉજળા, છે કેસરા મેરુ તો
સોહે પદ્મ જિહાં લગે ક્ષિતિનું આ; સામ્રાજય તારું તપો ! (૪) રાજા : (ચિન્તામગ્ન વદને અને ખિન્ન સ્વરે)
“શત્રુઓથી પરાજેય જસ શૌર્ય ના ભોગ અન્યાયનો ન્યાય જસ હોય ના જાસ યશપુંજથી ભૂમિ ધવલિત થતી
જીવવું ગ્લાધ્ય જગમાંહ્ય તેનું અતિ” (૫) સિંહલ : દેવ! આપ આ શું બોલો છો? આપની કીર્તિ પણ દિદિગન્તવ્યાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org