SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] ચારણ : [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) જ છે ને ! સ્વર્ગ-સમાણો તું છે રાજન્ ! ભારી યશ-ઐશ્વર્યનું ભાજન સ્વર્ગે મંગલ, શુક્ર વગેરે નક્ષત્રો, ગ્રહ, તારા છે રે મોદભર્યા મંગલનો તુંયે-વાસ, અને વસ્ત્રો કવિઓએ દાનધર્મયુત ક્ષત્રિયવૃન્દો-થી સોહે તું જિમ સુર-દો..(૯) વળી, સહસ્રમલ્લ સૈનિકો-મિષે તવ પ્રતાપ આ તું-કીર્તિને પ્રસારતો સમગ્ર વિશ્વમાં અહા ! સુમેરુ છે સુવર્ણનો પરનું કીર્તિ તાહરી શુચિસ્વ અર્પતી સુમેરુને સદાય ઢાંકતી ! (૭) રાજા : (સહસા કાંઈ સાંભરી આવ્યું હોય તેમ) અરે ! બહુ મોટો બુદ્ધિશાલી ગણાતો અભયકુમાર હજી પેલા ચોરને પકડી નથી શક્યો ને ? એનું નામ ભલે અભય હોય, પણ એનાં કામ જોતાં એ ભયભીત જ લાગે ! પણ રાજ-આજ્ઞાનું પાલન કરવાનું સ્વીકાર્યા પછી એ ડરી જઈને કે સુખાળવી વૃત્તિ રાખીને ઘરમાં શાન્તિથી બેસી રહે, એ મને પાલવે તેમ નથી. બોલાવી લાવો કોઈ એ મૂર્ખ મંત્રીને! કુન્તલ ઃ જેવી આજ્ઞા. (બોલાવવા જાય છે.) (તે જ સમયે (નેપથ્યમાં) ડિડિમનાદ અને જનસમૂહનો તાર સ્વર શ્રવણગોચર થાય છે.) રાજા : શેનો છે તુમુલ સ્વર? સિંહલ : (માર્ગ પર અવલોકતાં) દેવ ! આ તો કીનાશ છે. કોઈ ચોર જેવા વિકરાલ મનુષ્યને બાંધીને અહીં લાવી રહ્યો લાગે છે. એને નિહાળવા એકત્ર થયેલા જનસમૂહનો આ કોલાહલ છે. પણ દેવ ! લોકોના આ કોલાહલમાં કકળાટ નહિ, પણ આનંદની કિલકારી સંભળાય છે. (થોડી પળોમાં જ હરખાતો હરખાતો કીનાશ, બન્ધનગ્રસ્ત રૌહિણેયને લઈને, નગ્ન ખડ્રગ સાથે તેની ચોકી કરતાં બે સૈનિકો . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy