SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] [ ૬૫ સાથે, રાજસભામાં આવી પહોંચે છે.) (રાજાને પ્રણામ કરીને કીનાશ આસન પર બેસે છે.) રાજા : કીનાશ ! આ ચોરની જેમ કોને બાંધી લાવ્યો છે ? કીનાશ : દેવ ! નગરજનોને વળગેલા અસાધ્ય વ્યાધિ જેવો આ પેલો ચોર છે. ગઈકાલે જ તેને પકડી લીધો છે. રાજા : ઓહુ, જેણે મારા પ્રજાજનોના નિર્ભયતા, ધન અને સુખ હણીને તેમને ભયવિહ્વળ, નિર્ધન અને શોકસત્તત બનાવ્યા એ જ આ ચોર કે ? કીનાશ : (નમીને) હા પ્રભુ ! એ જ. રાજા : પણ એ પકડાયો કેવી રીતે ? કિનાશ : દેવ ! મહાઅમાત્યે રચેલી માયાજાળમાં ફસાયો ! સિંહલ : (હસીને) દેવ! મંત્રીશ્વર વિના કોનું સામર્થ્ય છે કે આવા ભયાનક ચોરને પરાસ્ત કરે ? દેખાયે નહિ, ના તપે, પણ બધી આપત્તિઓને દહે એવી આગ; મંત્રો ના, નહિ યંત્ર-તંત્ર-વિધિ ના, ના ચૂર્ણ કે ઔષધોયોજે, તો પણ સિદ્ધ-તુલ્ય; ખેલે ના કંઈ યુદ્ધ, શસ્ત્ર પણ ના, કે સૈન્યનો સાથ ના તોયે જે રિપને હણે; મંત્રીનું અણચિંતવ્યું અતિતણું માહાત્મ એ જાણજો ! (2) રાજા : મંત્રીને આટલો બધો વિલંબ કેમ થયો હશે, વાર? (તે જ ક્ષણો કુન્તલ અને તેની પાછળ પાછળ અભયકુમાર પ્રવેશે કુલ : દેવ ! મંત્રીશ્વર આપને પ્રણામ કરે છે. (અભયકુમાર રાજાને નમીને બેસે છે.) રાજા : મંત્રીશ્વર ! તમે ખરેખર પ્રતિજ્ઞા પાળી બતાવી ! ધન્ય છે તમારા બુદ્ધિકૌશલ્યને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy