________________
૬૬ ]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) પ્રચંડ શત્રુઓનો ,
થાય છે ક્ષય બુદ્ધિથી હિમ ઠંડો છતાં શું એ
વૃક્ષોને નવ બાળતો ?” (૯) અભયકુમાર : દેવ ખરી વાત તો એ છે કે મનુષ્ય ક્યારેક કોઈ પગલું એવું ભરી
બેસતો હોય છે કે જેને લીધે તે પોતાની જાતે જ પોતાને ઘોર સંકટમાં પટકી દે છે. જુઓ ને
“પતંગિયાને દીવામાં પડવાને પ્રેરતું ના કોઈ કે તેને પકડીને તેમાં નાખતું પણ ના કોઈ પણ તે તો પોતાની મેળે દીપશિખામાં જળહળતી
ભાળે તેવું પડતું કૂદી, ભસ્મ બને તે પ્રકૃતિ થકી. (૧૦) કીનાશ : દેવ! ચોર પકડાયો છે. હવે તેનું શું કરવું તે વિષે આદેશ આપો ! રાજા : રક્ષા શિષ્ટોની, દુષ્ટોને દંડ, છે રાજધર્મ એ;
તેથી આ ચોરને આપો, સત્વરે મૃત્યુદંડ તો ! (૧૦) કીનાશ : જેવી આશા ! (પાછળ ફરીને) પિંગલ ! દ્વાર પર કર્કટાક્ષ ઊભો
હશે, એને શીધ્ર બોલાવ તો !
(પિંગલ ચાંડાલને બોલાવી લાવે છે.) કર્કટાક્ષ : પ્રભુ ! આ રહ્યો, આજ્ઞા કરો ! કિનાશ : કર્કટાક્ષ ! એક ગર્દભ લાવ તો ! કર્કટાક્ષ : હમણાં લાવ્યો ! (જાય છે.) અભયકુમાર (રૌહિણેયને સૂક્ષ્મ દષ્ટિએ નિરખે છે.)
જંઘા સમર્થ છે આની હાથ મલ્લ સમા તથા આંખો બે પિંગળી તીખી વાળ જાણે કે દોરડાં ! (૧૧) કરાલ દેહથી કેવી નીતરે ક્રૂરતા અહા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org