SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] [ ૬૭. ક્રોધે ધમધમે ચિત્ત ચડેલાં છે વળી ભવાં (૧૨) ચોરનાં લક્ષણો સર્વે સ્પષ્ટ આમાં કળાય છે તેથી આ ચોર છે નિશે. નથી સામાન્ય માનવી...(૧૩) (ચાંડાલ ગર્દભ સાથે ઉપસ્થિત થાય છે.) કિનાશ : અરે કર્કટાક્ષ ! આ દુષ્ટ ચોરને શૂળીને ઉચિત વેષ પહેરાવો, પછી ગર્દભ પર બેસાડીને નગરના રાજમાર્ગો પર તેની વધયાત્રા ફેરવો, અને પછી તેને શૂળી પર ચડાવી દો ! ચાંડાલ : જેવો આદેશ. (વેષ પહેરાવી, ચોરને ગર્દભારોહણ કરાવે છે.) કીનાશ : (એ બધું જોઇને) સરસ ! કર્કટાક્ષે બધું ત્વરાથી કરી વાળ્યું ! કાળી મષીથી વદન લીંપ્યું, ભસ્મ દેહે ચોપડી ને વાળનો ભારો બનાવ્યો, બોદું ઢોલ સુસજ્જ આ માળા કરેણતણી ગળે પહેરી ગધેડે પણ ચડયો આ ચોર જાણે યમ-વધૂને પરણવા ચાલ્યો અહો ! (૧૪) (એકાએક અભયકુમારના મુખભાવ પલટાય છે.) અભયકુમાર : દેવ! આ શું વગર વિચાર્યું માંડ્યું છે આપે? આ જ આપણો ન્યાય કે ? અનીતિનું આવું અંધેર, અને એ પણ આપણે ત્યાં ? ના ના, આ બધું કોઈ રીતે ઉચિત નથી થતું. રાજા : મંત્રી ! દુષ્ટોને દંડ આપવો અને શિષ્ટોનું રક્ષણ કરવું એ તો આપણો રાજધર્મ છે. એનું પાલન આપણે કરી રહ્યા છીએ. આમાં અન્યાય ક્યાં આવ્યો ? અંધેર શાનું? અભયકુમાર દેવ ! ચોરેલી વસ્તુ સાથે જે ઝલાયો નહિ હોય તે દંડવાપાત્ર છે કે ના ? સ્વયં આપ વિચારી લ્યો ! (૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy