SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) રાજા : (સસ્મિત વદને) મંત્રી ! આ વિષયમાં તો તમે જ વધુ વિચારી શકો, અને શું કરવું તે કહી શકો. અભયકુમાર : દેવ રાજનીતિ એવી છે કે કાં તો ચોર મુદ્દામાલ સાથે પકડાયો હોય તો, અને કાં તો ચોર પોતે જ અપરાધનો સ્વીકાર કરી લે, તો જ તે દંડને પાત્ર ગણાય, નહિ તો નહિ. રાજા : તો આની પાસેથી મુદ્દામાલ તો કાંઈ મળ્યો જ નથી. હવે શું કરવું? અભયકુમાર તો આને પાછો સભામાં લાવો, અને એની જ પડપૂછ કરો. અરે ચાંડાલ! ચોરને ગર્દભ પરથી ઉતારીને પાછો સભામાં લાવ! | (ચાંડાલ તે પ્રમાણે કરે છે.) રાજા : (રોહિણેયને સંબોધીને) એય, તું કોણ છો ? ક્યાંનો છો ? જાતે કેવો છો ? શાનો વ્યવસાય કરે છે? રાજગૃહીમાં શા માટે આવ્યો હતો ? રૌહિણેય : (મનમાં) “અણીનો ચૂક્યો સો વરસ જીવે એ ન્યાયે હવે હું પણ ઉગરી જવાનો. હવે મને કોઈ મારી ન શકે. મેં પહેલેથી કરી રાખેલા પ્રબંધ અનુસાર જ વાત ચલાવું. (મોટેથી) દેવ ! શાલિગ્રામનો નિવાસી હું દુર્ગચંડ નામનો કૃષક છું. કામ હોવાથી અહીં આવેલો. રાજા : પછી ? રૌહિણેય : આ નગરમાં મારું કોઈ સ્વજન નથી, ને પાછા વળતાં મોડું થયું એટલે ચંડિકાના મદિરમાં સૂઈ રહ્યો હતો, ત્યાં નગરના રક્ષકોએ મને ચોર સમજીને ઘેરી લીધો. હું તો ગામડિયો માણસ; રક્ષકોના પડકારા સાંભળીને મને લાગ્યું કે મારો જીવ જોખમમાં છે; અને મારી વાત એ લોકોના ગળે ઉતારવાનું કે મને ગામડિયાને ન ફાવે, એટલે હું તો મૂઠીઓ વાળીને ભાગ્યો, ને કૂદકો મારીને કોટ ઠેકી ગયો. અભયકુમાર (સ્વગત) ભારે ચતુર નીકળ્યો આ ચોર તો ! રાજા : ભાઈ ! તારી વાત તો રસપ્રદ છે. હાં, પછી શું થયું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy