SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૫] [ ૬૯ રૌહિણેય : પ્રભુ ! અંદરના રક્ષકોથી તો કેમે કેમે જાત બચાવી, પણ બહારના રક્ષકોએ મને ન છોડ્યો. જાળમાં માછલું ફસાય તેમ હું તેમના હાથમાં સપડાઈ જ ગયો. રાજા : (ઉત્તેજિત થઇને) પછી ? રૌહિણેય ? પછી શું થાય ? મને નિરપરાધીને, પણ ચોર ગણી અહીં બાંધી આપ્યો આ બધાએ, આપો ન્યાય હવે મને (૧૬) રાજા : (અભયકુમારના કાનમાં) મંત્રી ! આ કહે છે કે હું શાલિગ્રામનો રહીશ છું. તેની આ વાતની સત્યતાની ભાળ મેળવવા માટે તાત્કાલિક કોઈ શીવ્ર ગતિવાળા અનુચરને શાલિગ્રામ મોકલો ને ભાળ કઢાવો. અભયકુમાર: સારું. અરે, મારા સેવકોમાંથી કોઈ અહીં છે કે ? (એક સેવક આવે છે.). શીઘગતિ ઃ આજ્ઞા સ્વામી ! (અભયકુમાર તેના કાનમાં કાંઈક સૂચવે છે.) શીઘગતિ : અરે આ આવ્યો સ્વામી ! (જાય છે.) રૌહિણેય : (વગત)મારી વાતની ખરાઈ કરવા માટે આને શાલિગ્રામ મોકલ્યો જણાય છે. પણ ત્યાં તો મેં પહેલેથી જ બધો પ્રબંધ કરી લીધેલો છે, એટલે હવે મારે ડરવાનું કોઈ કારણ નથી. રાજા : એય, અસત્ય બોલીને તું બચી જઇશ એમ માને છે? બચવું હોય તો જે હોય તે સાચેસાચું કહી દે ! રોહિણેય : દેવ ! આપને જો મારા પ્રાણોનો ખપ હોય તો અવશ્ય લઈ લો. બાકી હું અસત્ય બોલતો જ નથી. મેં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આપ વૃથા શ્રમ ઉઠાવો છો મારે નિમિત્તે. કીનાશ : અરે ! હજીયે જો તું સત્ય બોલી જા, તો મહારાજને વિનંતિ કરી તને જીવતદાન અપાવું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy