________________
૭૦]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોહિણેય : અરે કોટવાલ ! આ શું બોલ્યા ? એક વાત સાંભળી લ્યો : મારા
ઉપર “ચોર'નું કલંક તો લાગી જ ગયું છે. હવે તો તમે મને છોડી મૂકો તોય મારે તો મરવું જ રહ્યું ! ક્લેક સાથે જીવતાં રહેવું એ કરતાં મૃત્યુ શું ખોટું ?
‘વિણ કારણ નિજ કુળ તણા, જે બનતાં જ કલંક
તેનું જીવ્યું કલંક પર, શગ જેવું નિઃશંક” (૧૭) પિંગલ : (ઉપહાસ કરતો) ખરો સત્યવાદી ભાઈ, તું ખરો સત્યવાદી ! બહુ
ઊંચી વાત કરી તે તો ! મંત્રી : કેવો ઘેરો છે આનો નિર્વેદ ? લાગે છે કે આ કલંકને કારણે આ બાપડો આત્મહત્યા જ કરવાનો હવે !
(બધા હસી પડે છે.). (રૌહિણેય વિલખો પડે છે, ને ઓઠ કરડતો મૌન બેસી રહે છે.) અભયકુમારઃ (નેપથ્ય પ્રતિ દૃષ્ટિક્ષેપ કરીને) ઓહો ! આ શીધ્રગતિ આવી પણ
ગયો ! ભારે ઝડપ આની ! . (શીધ્રગતિ મંત્રીશ્વર પાસે જઈ કાનમાં કંઈક કહે છે.) અભયકુમાર : સમજાઈ ગયું. હવે તું જા.
(શીધ્રગતિ જાય છે.) રાજા : મંત્રી ! એણે શું કહ્યું ભાઈ ? અભયકુમારઃ (કાનમાં) દેવ! એણે શાલિગ્રામ જઈને ત્યાંના લોકોને આના વિષે
પૂછ્યું, તો બધાએ કહ્યું કે અમારા ગામમાં દુર્ગચંડ રહે છે; પણ
આ સમયે તો તે પરગામ ગયેલો છે. રાજા : (મસ્તક ધૂણાવતો) અદૂભૂત આયોજન ! ચોર પણ આવી
પૂર્વયોજના કરી રાખે તે તો આજે જ જાણ્યું. ભલે પણ મંત્રી ! આપણો બહુ વિચાર કરવા જેવો નથી. આ ચોર છે તેમાં તો શંકા જ નથી. સ્વયં વિધાતા પણ આ નિર્ણયને મિથ્યા ઠરાવી શકે તેમ
નથી. અભયકુમાર:દેવ હવે આપને ઉચિત લાગે તે આજ્ઞા આપો. પરંતુ એક વાત
નિશ્ચિત માનજો કે નીતિનું ઉલ્લંઘન થાય તેવી આજ્ઞા ઉચિત નહિ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org