________________
અંક ૫]
[૭૧ રાજા : પણ તો આને મુક્ત કરી દેવાનું પણ મને યોગ્ય નથી લાગતું.
એકવાર જો આ છૂટી જશે, તો તો હનુમાને લંકાની કરેલી તેવી દશા આ આપણા નગરની કરશે, તેમાં મને સદેહ નથી. એટલે કોઈ એવો ઉપાય યોજો, કે જેથી આનું સત્ય સ્વરૂપ પ્રગટ થાય,
આનો નિગ્રહ થાય, અને પ્રજાને શાન્તિ થાય. અભયકુમાર દેવ ! વિકટ કાર્ય છે આ. પણ આપે હવે આ વિષયે લેશ પણ
ઉચાટ ન સેવવો. હું સમુચિત પ્રયાસ કરીશ, ને આનાં મૂળ શોધી
કાઢીશ. રાજા : પણ મંત્રી ! આને મૃત્યુદંડની ભીતિ બતાવી તો પણ આ વિચલિત
ન થયો, તો બીજી કઈ રીતે આનું મૂળ જાણવા મળશે ? અભયકુમારઃ દેવ ! આમ નિરાશ કેમ થાવ ? જુઓ
“મંત્રોથી, ધનથી ઘણાં, નવ થતું જે કાર્ય સામર્થ્યથી શસ્ત્રોથી, અથવા લડાઈ કરતાં કે ઉગ્ર સત્તા થકી કિંવા સાગરપાર દૂર જઈનેયે કાર્ય જે થાય ના
તે કો” બુદ્ધિનિધાન એક ક્ષણમાં સાધી શકે બુદ્ધિથી” રાજા : તો કોટવાલ ! આને લોહશૃંખલા પહેરાવી દો ! કિનાશ : પિંગલ ! બેડી લાવ !
(પિંગલ જઈને બેડી લઈ આવે છે.)
(કીનાશ તે લઈને રૌહિણેયના પગમાં નાખી દે છે.) રાજા : (હાથનાં બધૂનો છોડાવીને) આનું ધ્યાન રાખજો ! કિનાશ : (તોછડાઈપૂર્વક રૌહિણેયને) એય, ચાલ! આગળ થા! (પગે પડેલી
બેડીઓ સાથે રૌહિણેય હળવે હળવે ચાલવા માંડે છે.) અભયકુમાર (વિસ્મયપૂર્વક)
| (ગાન) કેવો મીઠો આ બેડી-રવ ! ચોર-ચરણથી પ્રગટે છે અવ... હરખાયેલી નારીઓના કર્ણોમાં અમૃતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org