SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦] પિંગલ પિંગલ [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) આમને તો છુરી દેખાડી, ભડકાવી મારીને હણનારી વાત ગણાય. નાસી છૂટવું એજ યોગ્ય. : અરે ! આ દુષ્ટને ‘ભાઇ બાપા’ કરવાથી એ માને તેવો નથી; આ તો ડાંગનો જ ગ્રાહક લાગે છે. મારો બધા મળીને એને ! (બહાર રહ્યા રહ્યા જ બધા અસ્રો ઉગામે છે.) રૌહિણેય (મોટેથી ત્રાડ પાડતો ધસી આવીને) આ રહ્યો હું ! તમારામાં સામર્થ્ય હોય તો આવો મને પકડવા ! (છુરી ખેંચીને ચારે કોર ફેરવતો-વીંઝતો રક્ષક-સમૂહની વચ્ચેથી જ ભાગી છૂટે છે.) (રક્ષકો ભયભીત બનીને આમ તેમ ભાગે છે.) : અરે અરે ! આપણે અહીં ઊભા છીએ ને આ દુષ્ટ આમ નાસી જશે ? દોડો બધા ! પકડો એને. જઇ જઇને જશે ક્યાં ? (દોડે છે. બધા તેની પાછળ દોડે છે.) રૌહિણેય : (પાછું વાળીને જુએ છે. બધાને પીછો કરતાં જોઈ મનોમન) તો આ બધા મારી પાછળ પડ્યા છે ! ભલે. એમને જરા પાસે આવવા દઉં, ને એમને હાથવેંતમાં લાગું ત્યારે જ વીજળીક ત્વરાથી કૂદકો લગાવીને ગઢને ઠેકી જઇશ. ભલે આવે બાપડા ! (એ પ્રમાણે જ કરે છે.) વ્યાઘ્રમુખ : (સહચરો સાથે દોટ મૂકે છે ને ગઢ બહારના સૈનિકોને સચેત કરે છે) અરે સૈનિકો ! આ માણસને પકડી લો ! ઝટ કરો ! આ જ ચોર લાગે છે. (બધા મળીને ૌહિણેયને પકડી લે છે અને બન્ધનમાં મૂકી દે છે.) કીનાશ : પણ સાંભળો ! એને જીવતો જ ઝાલવાનો છે. એ મરી ન જાય તે જોજો. શસ્રપ્રહાર ન કરશો એના પર. વ્યાઘ્રમુખ : પ્રભુ ! એ પ્રમાણે જ કર્યું છે. એને પકડીને બાંધી જ દીધો છે. કીનાશ : (હર્ષોન્મત્ત બનતો) હાશ ! આજે મહાઅમાત્યે ગોઠવેલું છટકું પૂર્ણતઃ સફળ થયું. મારાં પુણ્ય પણ આજે ફળ્યાં (વ્યાઘ્રમુખ પ્રતિ જોઇને) રાત્રિ સમાપ્ત થવાને હજી કેટલી વાર છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy