SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] [પ૯ - (બધા એક સાથે મન્દિરના દ્વારને ઘેરી વળે છે.) રૌહિણેય ઃ (સ્વગત) ભારે થઈ ! આ રક્ષકો તો અહીં આવી લાગ્યા ! કર્કટાક્ષ : (ડાંગ ઉલાળતો-પછાડતો) એય, અંદર કોણ સંતાયો છે? બહાર નીકળ તો ! - (રૌહિણેય એક ખૂણામાં લપાઈ જાય છે.) પિંગલ : (બધા રક્ષકોને) ઉતાવળા થઈને કોઈ અંદર ન જતા. ક્યાંક પેલો મારી દેશે તો ઉપાધિ થશે. (પછી રૌહિણેયને ઉદ્દેશીને મોટેથી) એય, કોણ છો તું ? બહાર નીકળ ને ! (રૌહિણેય શાન્તિથી સાંભળ્યા કરે છે.) કર્કટાક્ષ : એય, બહાર નીકળે છે કે નહિ? નહિ નીકળે તો હવે આ ડાંગથી માથું ફોડી નાખીશ ! (ત્રણ ચાર વાર દ્વાર-કપાટ પર ડાંગ પછાડે છે.) રૌહિણેય : (સ્વગત) શું કરવું હવે? પુરુષાતનની પાકી પરીક્ષા છે આજે. જો જરાક ઢીલો પડીશ તો પકડાવાનું નિશ્ચિત છે. અને દીનતા પ્રદર્શિત કરવાથીયે કાંઈ છૂટી જવાશે તો નહીં જ. આ ક્ષણે બે જ વિકલ્પ ઊગે છે : કાં તો સામી છાતીએ લડી લેવું, ને કાં આ બધાને બીવડાવીને ભાગી નીકળવું. પિંગલ : અરે એય, જો જીવ વહાલો હોય તો હજીયે બહાર આવીને શરણે થઈ જા, તો બચી જઈશ ! નહિ તો બધા એક સાથે બાણ ફેંકીને તને એવો તો વીંધી નાખશું કે અત્યારે જ યમશરણ થઈ જઈશ! રૌહિણેય : (સ્વગત) શી વીરતા છે આમની! કેટલીયે વાર મારા હાથે હાર્યા છે આ બધા ! અને આજે મારા પ્રાણ બચાવવાનું પ્રલોભન દર્શાવીને મારા પર ઉપકાર કરવા તત્પર થયા છે ! અભુત ! “ઉપકૃત અપકાર કરે જ્યારે, દૂભાય ચિત્તડું ત્યારે પણ ઉપકાર કરે જવ અપકૃત, તવ જીવતું મરણ લાગે !” (૨૧) અને ખરી રીતે તો આ કાયરો સાથે લડવું એ પણ મારા ગૌરવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy