SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વળી, અત્યારે સૂતેલા, લોકોના શ્વાસ-સારિખો ધીમો સહુનો જીવનદાતા પ્રસરે છે વાયુ; બીજું ના કોઈ...(૧૯) પરંતુ, લોકો જાગે કે ન જાગે તેનું શું કામ છે મને? વાયુવેગે દોડતો હું ઈન્દ્રથીય ઝલાઉ ના..(૨૦) ચાલ ત્યારે, હું યે આ અવસરનો લાભ લઈ લઉં; રાજભવનમાં ઘૂસીને કાંઈક ઉઠાવી લાવું. (રાજમહાલય પ્રતિ આગળ વધે છે.) (એકાએક નેપથ્યમાંથી પડકારનો શબ્દ) અરે એય, કોણ છે તું? ઊભો રહે ! પરિચય આપ તારો ! રૌહિણેય ઃ (શકિત હૈયે) ઓહઆ કોઈ રક્ષક હજી પણ જાગતો લાગે છે! એ મને જોઈ ગયો છે. લાવ, થોડીક વાર માટે આ દેવીના મંદિરમાં સંતાઈ જાઉં. (ચંડિકાના મંદિરમાં જતો રહે છે.) (રક્ષક ડાંગ પછાડતો પકડવા જાય છે.) રક્ષક : પિંગલ, પિંગલ! તમે બધા ઘોરવા માંડયા કે શું? અરે આ પેલો ચોર ભાગે ! પિંગલ : (અન્ય રક્ષકો સાથે તેની સમીપે જઈને) ક્યાં છે? ક્યાં છે? ઝટ દેખાડ ! કર્કટાક્ષ : (હાથ લાંબો કરીને દેખાડતો) આ પેલો જાય ! પિંગલ : અરે, આપણા દેખતા દેખતામાં જ અલોપ થઈ ગયો આ તો ! કોઈ એનું પગેરું શોધો તો ! કર્કટાક્ષ : (થોડાં ડગલાં ચાલીને અવલોકન કરતાં) આ રહ્યાં તેનાં પગલાં ! દેવીમદિરના દ્વાર પાસે અટકે છે. Jain Education International For Privats & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy