SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] [૫૭ ગણીને રાજદંડ પ્રાપ્ત થશે.” કિનાશ : (આકાશ પ્રતિ જોતો) તો મધ્ય રાત્રિ થઈ ગઈ. મધ્યાકાશે ચડયો ચન્દ્ર કલંક ઓપતો અહા ! જાણે ભ્રમર-સંયોગી સ્વર્ગ-ગંગાનું પદ્મ એ ! (૧૬) હવે પેલો ચોર નીકળવો જોઈએ. (સતર્ક થઈ જાય છે.) કર્કટાક્ષ : (હળવેથી) કોઈ આવતું લાગે છે. ચોર હશે ? કે અન્ય કોઈ ? કાંઈ કળાતું નથી. કીનાશ : તું સંતાતો લપાતો જા, અને એ ક્યાં જાય છે તે જોતો રહે. (કર્કટાક્ષ જાય છે.) કિનાશ : પિંગલ! આપણા સુભટોને સચેત કર. " (પિંગલ તેમ કરે છે.) (સામેથી, ચોરને ઉચિત વસ્ત્ર પહેરેલો રૌહિણેય ચાલ્યો આવે છે.) રૌહિણેય ઃ (ઉગમાં) ચોર હું, ચોરીનો ધંધો કરું તેનો ન જ છે રંજ છે એટલો કે મેં “વીર' નાં વેણ સાંભળ્યાં ! (૧૭) (માર્ગો સર્વથા નિર્જન અને શૂન્ય હોવાનું ધ્યાન પર આવતાં જ હરખાઈ ઊઠે છે.) અહાહા ! બહુ રૂડું થયું આજે તો. માર્ગો નિતાન્ત નિર્જન છે ! સૂતાં છે ભર-ઉંઘમાં પુરજનો, ચોપાસ છે શૂન્યતા હેલોમાં પણ નૃત્ય-ગીત-મુજરા પી ગયા દીસતા માર્ગો આ જનહીન છે, નગરના ને રક્ષકો ક્યાંય ના લોકોનું બધું ધૈર્ય શીઘ હણતો હું માત્ર હું જાગતો ! (૧૮) Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy