SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) અથવા અમૃતના વૃક્ષનું આ પુષ્પ શ્રેષ્ઠ ખીલ્યું હશે ? ના,ના,ન,ના,ના, નભ તણો વરમુકુટ દીસે ચન્દ્ર આ ! (૧૪) અને પશે તો જુઓ ! ચન્દ્ર ઊગ્યો, કમલ ખીલ્યું, તેની પરાગરજ સ્વૈરવિહારી હંસ ઉપર વિખરાઈ, ને તેનો વાન કેસરિયો બન્યો; એને જોઈને ભોળી પેલી સારસી ચફ ચફનો ઉન્મત્ત આલાપ છેડી બેઠી છેઆ જ મારો પ્રિયતમ છે એમ સમજીને જ તો ! (૧૫) (વાઘમુખને ઉદ્દેશીને) જાવ, સેનાને સુસજ્જ કરો અને ગઢની અંદર તથા બહાર-બન્ને બાજુ બધી દિશાઓમાં ગોઠવી દો. એક દિશાનો રક્ષાપ્રબંધ હું જાતે સંભાળીશ. બીજી બધી દિશાઓનો પ્રબંધ તમે લોકો સંભાળી લ્યો. પણ બધા અત્યન્ત સભાન-સજાગ રહેજો ! (બધા તે પ્રમાણે ગોઠવાઈ જાય છે.) કિનાશ : (કાંઈક સાંભરી આવતાં) અરે પિંગલ! પેલો ચાંડાલ કર્કટાક્ષ ક્યાં હશે ? જા, એને કહે કે આજે રાત્રે કોઈ નાગરિક ઘરની બહાર ન નીકળે તેવો પ્રબંધ તત્કાળ કરે; રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયા પછી માર્ગ પર નીકળે, તેને ચોર સમજીને પકડી જ લેવાનો છે, તેમ પણ સૂચવી દેજે તેને. (પિંગલ ઝડપથી જઈ, કામ પતાવી, પાછો આવે છે.) – – – (ડિડિમ-ઘોષ સંભળાય છે.) “સાંભળજો હો રાજગૃહીના સર્વે નગરજનો ! આજે રાત્રે કોઇએ પણ ઘરની બહાર નીકળવાનું નથી. રાત્રિના પ્રથમ પ્રહર પછી આજે જે કોઈ પણ મનુષ્ય માર્ગ પર ફરતા દેખાશે, તેમને ચોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy