SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] [૫૫ પણ પકડવાનો છે અને જીવને પણ બચાવવાનો છે ! આ તો “આમ્રવાટિકા પણ સાચવવાની અને સાથે સાથે પિતાનું શ્રાદ્ધ પણ કરવાનું, એવી વાત થઈ. ભલે. અરે, કોણ છે આટલામાં? (વ્યાઘમુખ આદિ પાંચ-છ સેવકો દોડી આવે છે.) સેવકો : આ રહ્યા અમે, આજ્ઞા આપો પ્રભુ ! કિનાશ : અરે ભાઈ ! તમારામાં ક્વચ ધારણ કરેલા કોણ કોણ છે? કેટલા હશે ? વ્યાઘમુખ : પ્રભુ ! તમે આજ્ઞા કરો ને ! તમે ગમે તે કામ ગમે તેને ચીંધો, થઈ જશે. (કીનાશ વ્યાઘમુખના કાનમાં કાંઈક કહે છે.) વ્યાઘમુખ : જેવી આશા. કિનાશ : પણ આ કાર્ય કરવા જતાં કોઈવાર જીવનું જોખમ પણ આવી પડે. તે ક્ષણે ડરી જશો તો નહિ ચાલે, સમજ્યા? વ્યાઘમુખ : (ગર્વપૂર્વક) એ શું બોલ્યા પ્રભુ? આજે જો ચોરને ઝાલી લાવીએ આપની કને સ્વામી ! સમજજો તો જ અમને સેવકો ખરા(૧૨) કિનાશ : (પશ્ચિમ દિશા ભણી નિહાળતાં) અરે, સૂર્ય તો અસ્ત પામી ગયો લાગે છે ! અંધારાના હુમલાથી ડરીને ભાગ્યો જાણે સૂર્ય અસ્તાચલે આ ! અંધારાનાં શ્યામ-ગંભીર ઓળાં વ્યાપે કેવા વાયુવેગે ધરામાં ! (૧૩) અને આ પૂર્વ દિશાના ભાલે તિલક શો ચન્દ્રમાં પણ કાંઈ ઉગી ગયો છે ને ! કેવો સોહે છે એ ! દૈવી દડો શું આ હશે ? પાસો હશે રતિ-પ્રીતિનો? કે મદ્યપાત્ર અનંગનું? કે ભૂમિનો દર્પણ હશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy