________________
૫૪]
કીનાશ • જી, પછી શું કરવાનું ?
અભયકુમાર : પછી શું ? પછી અંદર પેઠેલા ચોરને તારા સૈનિકો ભીંસમાં લેશે, એટલે એ ભાગવાનો પ્રયાસ કરશે ને વિદ્યુદ્વેગે છલાંગ મારીને ગઢ ઠેકશે. ઠેકશે એવો જ એ જઇ પડશે સીધો આપણી સેનામાં. કીનાશ : (માથું ધૂણાવીને) ઓહો ! શી મંત્રીશ્વરની સૂક્ષ્મ દૃષ્ટિ છે ! હાં, પછી શું કરવું ?
અભયકુમાર : બસ, પછી તો એને તારા અનુચરો પકડી લેશે અને બન્ધનમાં નાખીને મહારાજ સમક્ષ રજૂ કરશે.
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
કીનાશ ૐ (હર્ષભર્યા સ્વરે) આજે એ ચોર અવશ્ય આપની જાળમાં ફસાવાનો, મંત્રીશ્વર ! અદ્ભુત છે આપનું બુદ્ધિકૌશલ્ય ! લાગે છે કે બુદ્ધિમાન મનુષ્યોની વાતો અનોખી જ હોય !
વળી,
કીનાશ
“સત્તા નીતિમઢી, લક્ષ્મી- દાનધર્મ-અલંકૃતા સદ્ગુદ્ધિયુક્ત વીરત્વ, ત્રણે દુર્લભ વિશ્વમાં” (૧૦)
અને મંત્રીશ્વર ! આ બધું આપના વિના અન્ય કોનામાં સંભવે ? અભયકુમાર : (સ્હેજ હસીને) ભાઇ કોટવાલ !
“કાર્યસિદ્ધિ ધન વિણ લહે શત્રુ હણે વિણ શસ્ત્ર બુદ્ધિમાન નરનો અહો ! મહિમા અકલ અજસ' (૯)
હું મેરુપર્વતને ગળું, ને ઇન્દ્રને પણ સ્વર્ગથી કાઢું, ઉદધિને શોખું, સૂરજ-ચન્દ્ર-જ્યોત મિટાવું હું લાવી દઉં મુજ બુદ્ધિબળથી શેષનાગ તણો મણિ તો આ મગરતરાસમ નકામા ચોરના છે ભાર શા ? (૧૧) તો જો ! મારી સૂચના પ્રમાણે બધું વિના વિલંબે ગોઠવજે. હવે હું પણ મહારાજની સેવામાં પહોંચીશ. (જાય છે.)
Jain Education International
:
આ ચોર કાંઈ સરળતાથી પકડાવાનો નથી. એને પકડવા જતાં ચિત્ જીવનું જોખમ પણ આવી શકે. એટલે મારે તો ચોરને
For Private & Personal Use Only
www.jainelibrary.org