________________
૫૨ ]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) આગળ નીકળી જઉં. (એ પ્રમાણે કરતો ઝડપથી આગળ ભાગે છે. થોડુંક દોડ્યો ત્યાં જ ખોડંગાતા પગ સાથે થંભી જાય છે :) અરે તારી ભલી થાય ! અત્યારે જ કાંટો ક્યાં વાગ્યો ? ભલે. પણ હમણાં કાંઇ કરવું નથી. એકવાર નગરમાં પ્રવેશ કરી લઉં, પછી શાન્તિથી કાંટો કાઢીશ. (આગળ ચાલે છે. પણ થોડા ડગ ભર્યા ત્યાં તો ભાંગી ગયેલા કાંટાની પીડાને કારણે ઊભા રહેવું પડે છે.) અરે રે ! હવે તો એક ડગલુંય માંડવું શક્ય નથી લાગતું. બન્ને હાથ તો કાનને ઢાંકવામાં રોકાયેલા છે, ને કાંટો કાઢવાનો અન્ય કોઈ ઉપાય પણ નથી. ભારે થઈ! (ક્ષણેક વાર વિચાર કરે છે, પછી) પણ હા, એક ઉપાય થઈ શકે. દાંત વડે કાંટો ખેંચી કાટું, તો બધું સચવાઈ જાય. (ત્યાં જ એમ ને એમ જ ધરતી પર બેસી પડે છે ને પગ મોં પાસે લઈ જઈ દાંત વડે કાંટો કાઢવા મથે છે. પણ કાંઈ વળતું નથી, એટલે ઊંચું જોતો હતાશ સ્વરે) આ તો દાંતથી પણ ખેંચી નથી શકાતો ! ખરેખર, આજ તો ભયાનક વિડમ્બના સરજાઈ ! આમ જાઉં તો વાઘ છે, અને આમ ઉભરાતી નદી ! કાંટો કાઢવો શી રીતે ? અને એની પીડા તો હવે પળવાર પણ સહન થઈ શકે તેમ નથી. ભલે, હવે જે થવું હોય તે ભલે થાય, પણ આ કાંટો કાઢ્યા વિના તો નહીં જ ચાલે. (કર્ણપટ ઉપરથી હાથ લઈ લે છે, અને કષ્ટાતા વદને બેઠો બેઠો જ કાંટાને પગમાંથી ખેંચી કાઢે છે.) (તે જ ક્ષણે નેપથ્યમાં ગુંજતો ધ્વનિ તેના કર્ણોમાં પ્રવેશે છે.).
(માલકૌંસરાગેણ ગીત) જગતમાં અનુપમ સુર અવતાર... લાખો વર્ષો સુખમાં વહેતાં જાણે કે પળવાર !... ના પરસેવો દેવોને, તે- થાકે પણ ન લગાર... કરમાયે તસ ફૂલમાળ ના, નીરોગી તનુ સાર... ચરણ ન ફરસે ધરતીને તસ, આંખ ન કરે પલકાર.... વસ્ત્રો મલિન ન થાય કદાપિ, નહિ દુર્ગન્ધ પ્રસાર... મનવાંછિત સહુ સિદ્ધ થતાં તસ, મન ચિતવતાં-વાર... જગતમાં અનુપમ સુર અવતાર..(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org