SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] [૫૧ રાજા કેટલા કઠોર હોય ? જો હું પકડાઈ જાઉં તો તો મારો વધ જ થાય, એમાં કોઈ શંકા નહિ. એટલે, રાજભવનમાં ચોરી કરવા જવું તે તો કાળોતરા વિષધરને છંછેડવા જેવું બની રહે. ના ના, આવું સાહસ ન જ કરાય. પણ ના! આવા નિર્માલ્ય વિચાર મને ન શોભે, ન પાલવે. કેમ પકડાવાનો ભય છોડીને નગરકોટ ઓળંગ્યો મેં જાગૃત રક્ષકગણની તીખી દષ્ટિ પણ ચૂકાવી મેં અને હવે જો રાજભવનમાં જાતાં ભય મુજને લાગે પિતા લોહખુર સ્વર્ગલોકમાં તો કેવા લજવાશે રે ! (૫) ઠીક છે. અત્યારે તો નગરમાં જાઉં. પછી જેવો સમય તેવી વાત. (આગળ વધે છે. ચાલતાં ચાલતાં તેની દૃષ્ટિ સામેની શુદ્ધ-ઉઘાડી ધરતી પર પડે છે, અને તે વિસ્મિત બની જાય છે.) (તેને થાય હશે શું દેવોનો રસમધુર આ વૈભવ અહો !? હશે કે ઊર્જાનો સમુદિત થતો પુંજ રવિની ? સદેહે લક્ષ્મી આ શિવસુખતણી કે અવતરી ? મને જે દેખાતું પુનિત-મધુરું તે કિડ્યું હશે ? (૬) (ધારી ધારીને જોતાં) અરે, આ તો મહાવીર-વર્ધમાનનું સમવસરણ છે ! (એકાએક કશુંક સાંભરી આવ્યું હોય તેમ) ઓહ, મારા પિતાએ આની વાણી સાંભળવાનો મને નિષેધ કર્યો છે. અને આ તો અત્યારે દેવ-દાનવ-માનવોની મધ્યમાં બેસીને ધર્મકથા જ કરી રહ્યો છે ! હવે શું કરવું? આ જ માર્ગે નગરમાં જઉં તો આનાં વચન કાને પડયાં વિના નહિ રહે; ને તો પિતાની અન્તિમ આજ્ઞાનું ઉલ્લંઘન જ થાય ! તો બીજા માર્ગે જવામાં વળી ગમે તે ક્ષણે પકડાઈ જવાનું મોટું સંકટ આવી શકે તેમ છે. અરે રે ! એક તો રાત તોળાઈ રહી છે, એ આ વિઘ્ન આવી પડ્યું છે ! શું કરું હું? (ક્ષણભર વિચારમગ્ન બને છે. બીજી ક્ષણે) હા હા, એ જ યોગ્ય છે. બે આંગળી વતી કર્ણવિવરો બંધ કરી દઉં અને આ જ માર્ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy