________________
અંક ૩]
[૪૭ કરી શકે. અરે, તારામાં જરા જેટલુંયે સામર્થ્ય હોત એ ચોરને પકડવાનું, તો મારી આ પ્રજાને આવી આપત્તિઓના ભોગ ના
બનવું પડ્યું હોત ! વાતોએ વડાં ના થાય, સમજયો ? અભયકુમાર : (પુનઃ પ્રણામ કરીને) દેવ! આ કામ મને જ સોંપો; કૃપા કરો
મારા પર ! વણિક જનો સ્વામી ! મંત્રીશ્વરની વાત યોગ્ય છે. આ કાર્ય એમને સોંપાય એ
જ ઉચિત છે. અભયકુમાર : દેવ ! યુદ્ધમાં શત્રુને હણે ભલે સૈનિક, પણ માહાભ્ય તો રાજાનું
જ ગણાશે. અરુણોદય થતાં જ અન્ધકાર દૂર ભલે થાય, પણ તેનું નિદાન તો સૂર્ય જ ગણાય. માટે બીજા વિચારો ગૌણ કરીને મારી
વાતમાં સંમત થાવ. રાજા : (વિચારપૂર્વક હળવા પડતાં) ભલે, તો એમ કરો. પણ તું કેટલા
દિવસમાં એ ચોરને બન્ધનગ્રસ્ત કરીશ તેની સ્પષ્ટતા કર ! અભયકુમાર ઃ મહારાજ! જો પાંચ-છ દિવસમાં હું ચોરને પકડીને આપની સમક્ષ
પ્રસ્તુત કરું તો જ “હું બુદ્ધિમાન છું' એમ માનજો. રાજા : ભલે મારે વધારે નથી સાંભળવું; નથી કહેવું. તું વિના વિલંબે કાં
તો ચોરને લાવ, કાં તારું મસ્તક ઊતારી આપ ! બસ... અભયકુમાર ઃ (અંજલિબદ્ધ) દેવ ! મોટી કૃપા કરી ! વણિકો : (હર્ષભેર) સ્વામી ! હવે ઉપદ્રવ કરનારાઓનું આવી બનવાનું.
સુખની વેલડી હવે શીધ્ર વિકસવાની.
(નેપથ્યમાં) એમાં શો સદેહ ?
કલ્યાણ ઉલ્લસવાનું, નર્તન વિલસશે અવ પ્રીતિનું દોષો બધા વિરમી જવાના, સંપદાઓ વિકસશે; અણકહ્યું સુખ થાશે, ઉપદ્રવ સર્વ સહુના અટકશે
અણચિંતવ્યો આ નગરનાં સૌભાગ્ય પણ અવ ઉઘડશે (૨૫) રાજા : અરે, આ તો આપણા સુમુખનો સ્વર !
(ત્યાં તો હરખાતો હરખાતો સુમુખ આવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org