________________
૪૮]
સુમુખ
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : (મોટા સ્વરે) દેવ ! વધામણાં...વધામણાં...
(ગાન) શ્રી વર્ધમાન જિન આવ્યા... રાજગૃહીનાં પુણ્ય પનોતાં, પ્રભુજીએ પ્રગટાવ્યાં... વન્દન કાજ નમત ઇન્દ્રોના શિર પર કલ્પતરુનાં સોહે પુષ્પ-ગુચ્છ અતિસુરભિત રસ મકરન્દ ઝરતાં એ રસ-બિન્દુથી ઇન્દ્રોએ, પ્રભુ-પદને હવરાવ્યાં.. અલંકાર જે ત્રસ્ય ભુવનના, અઘહર શુભકર સ્વામી વિપ્રભુ તે પુર-પરિસરમાં, સમવસર્યા વિશરામી
દેવોના એ દેવ બધાંનાં હૈયાંમાં અતિ ભાવ્યા...(૨૬) : (હર્ષપુલકિત સ્વરે) શું કહ્યું? ભગવાન વર્ધમાનસ્વામી મનોરમ
ઉદ્યાનમાં સમોસર્યા છે ? ધન્ય, ધન્ય ! લે, આ વધામણીનું પારિતોષિક ! (અંગ પર પહેરેલાં સઘળાં આભૂષણો ઊતારીને ભેટ આપે છે. પછી કત્તલ ને ઉદ્દેશીને) ભદ્ર! પડહ વગડાવો. નગર શણગારવાનો આદેશ બધે પહોંચાડો. સ્નાનની સામગ્રી એકત્ર કરાવો. પ્રભુની અગ્રપૂજા માટેના પદાર્થો લાવો. (અભય કુમારને ઉદ્દેશીને) અને મંત્રીશ્વર ! તમે જે પ્રતિજ્ઞા લીધી છે તેને પૂર્ણ કરવા માટે હવે સુસજ્જ રહેજો. અને કીનાશ ! તું પણ પુનઃ તારા કામ પર ચઢી જા ! અમે પણ હવે, આઠ મહાપ્રાતિહાર્યો વડે ઓપતા, ચોત્રીશ અતિશય દીપતા, દેવાધિદેવ શ્રી વર્ધમાન સ્વામીના શ્રી ચરણોમાં પહોંચવા માટે સજ્જ થઈશું.
રાજા
(બધા જાય છે.) તૃતીય અંક સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org