________________
૪૬ 1
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વિનયપૂર્વક) દેવ ! નાખી નહીં દષ્ટિ મધુર શા સારુ સેવક પર તમે ? આજે નમેલી પીઠ મારી થાબડી પણ નહિ તમે ? પ્રેમાર્ટ વેણ તણો ન આજ પ્રસાદ દીધો પણ તમે ?
અવિનય થયો છે મમ કશો? કે ભાગ્ય મુજ રૂઠયાં અરે? (૨૩) રાજા : (વક્ર દૃષ્ટિથી અભય સન્મુખ જોઈને) અરે !
ચૂક્યો વિનય ના તું કે નથી તારું અભાગ્ય આ અપકીર્તિભર્યો આજે
માત્ર હું છું અભાગિયો ! (૨૪) અભયકુમાર : (રાજાના ચરણોમાં માથું નમાવીને) અરરરર! આજે પ્રભુ આમ
અવળું કેમ બોલે છે ? અરે, શું કોઈ, ક્યાંય-ક્યારેય આપની
આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું સાહસ કરે છે ? અશક્ય, અશક્ય. રાજા : અરે કુલકલંક ! ત્રાસદાયક ! દૂર જા મારી સામેથી !
(હાથ વતી હડસેલે છે.) (અભયકુમાર વિનયપૂર્વક પુનઃ ચરણસ્પર્શ કરે છે.) રાજા : (તેને ઉવેખીને) અરે ! સત્વરે મારાં ધનુષ-બાણ લાવો ! હવે તો
હું જ ઉપડું, અને આ શ્રેષ્ઠીઓને લૂંટનારા એ દુષ્ટ ચોરને મારા હાથે જ હણી નાખું, ત્યારે જ મારા મનને સુખ થશે. (આમ બોલતો રાજા ક્રોધાવેશમાં સિંહાસન પરથી ઊભો થવા જાય છે, તે જોઈને છળી ઉઠેલા વણિક સમુદાયમાં હલચલ મચી
જાય છે.) અભયકુમાર : (અનુરોધના સૂરમાં) દેવ ! આ શું માંડ્યું છે આજે? કોના ઉપર
આ ક્રોધ ? શા માટે આ ક્રોધ ? શાન્ત થાવ, આસન પર વિરાજો ! (પકડીને સિંહાસન પર બેસાડી દે છે. પછી-) દેવ ! ચોરને સ્વયં નષ્ટ કરવાનો તમારો આટલો બધો આગ્રહ શા માટે?
આવું કામ તો મારા જેવો પણ સાધી શકે. રાજા : (તિરસ્કાર સાથે) એમ કે? પણ મને નથી લાગતું કે તું આ કામ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org