SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] [૪૫ દોડું ત્યાં સઘળે; ન તોય જડતો એ ચોર, પાકો ખરે ! (૨૩) માટે મહારાજ ! હવે તો આ નગરની રક્ષા કરી શકે તેવા, વધુ સમર્થ પુરુષને આ ‘દંડ’ આપ સોંપો; મારું કામ નથી. (ડાંગ ધરે છે.) સિંહલ : (નેપથ્ય ભણી જોઈને હર્ષભેર) ઓહ્ ! મંત્રીશ્વર અભયકુમાર આવી રહ્યા જણાય છે. ચાલો, હવે રાજાજી શાન્ત પડવાના ! (મંત્રીની મુદ્રા ધારણ કરેલા અભયકુમાર પ્રવેશ કરે છે.) ઃ ઉત્સાહપૂર્વક) પધારો મહાઅમાત્ય, પધારો ! (પછી રાજા સામે જોઈને) દેવ ! મહાઅમાત્ય આપને પ્રણામ કરે છે. (ક્રોધાધીન રાજા અણસાંભળ્યું કરે છે.) અભયકુમાર ઃ (રાજાને નમન કરી આસન ગ્રહણ કરે છે, અને રાજાના મુખભાવ વાંચતાં વાંચતાં મનોમન વિચારે છે) આજે મહારાજે મારા પ્રણામનો પ્રતિભાવ કેમ નહિ આપ્યો હોય ? મારી સામું પણ ન જોયું ! નક્કી મહારાજ કોઇના પર ક્રોધે ભરાયા લાગે છે. કોના દિનમાન પલટાયા હશે આજે ? કેમ કે સિંહલ ‘ભયાનક રોષથી ઉભરાતાં ભવાં ! અને શત્રુઓના દર્પને ગાળી નાખે તેવી વિકરાલ મુખમુદ્રા ! આ જેના પર મંડાયાં હશે તેનું આવી બનવાનું ! કાં તો તેને સહસ્ર ફણાવાળો અને રોષે ધમધમતો શેષનાગ ડંખ્યો સમજવો, ને કાં તો તે કાળદેવતાના, કરવત જેવી દાઢ ધરાવતા મોંમાં કોળિયો બન્યો સમજવો !' આ મહાજનો બેઠા છે. નગરરક્ષક પણ ઊભો છે. અવશ્ય કોઇ ગાઢ પ્રયોજન ઉપસ્થિત થયું જણાય છે. એ વિના આ બધા આ સમયે અહીં ન હોય. (સિંહલના કાનમાં) સિંહલ ! આજે પ્રભુ કેમ કોપાયમાન લાગે છે ? આ વણિક શ્રેષ્ઠીઓ અહીં કેમ આવ્યા છે ? અને આ કીનાશ ભયથી કંપતો કેમ ઊભો છે ? (સિંહલ, મંત્રીના કાનમાં બધી વિગત કહે છે.) અભયકુમાર : (માથું ધૂણાવીને) ઓ, સમજ્યો. (ક્ષણવાર વિચાર કરીને Jain Education International For Private & Personal Use Only ́ www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy