________________
માનીએ છીએ.
શ્રી વસંત દેઢિયા આ પ્રકાશનમાં નિમિત્ત બન્યા છે. એમણે તો આ નાટક-આધારિત નૃત્યનાટિકાની ભજવણી સેવાભાવી કલાકારો દ્વારા એકથી વધુ સ્થળે કરી છે. જૈન નાટકના ક્ષેત્રે તેમના આ પ્રયાસનું હાર્દિક અનુમોદન કરવા સાથે તેમનો પણ આભાર અકાદમી માને છે.
શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર અમદાવાદે આ પુસ્તકના વિતરણનો ભાર સંભાળવાનું સ્વીકાર્યું છે તે બદલ તેના કાર્યવાહકો તથા પ્રેરક પૂ. શીલચંદ્રસૂરિજીનો પણ આભાર માનવો રહ્યો.
સ્વચ્છ-સુઘડ મુદ્રણકાર્ય માટે ક્રિષ્ના ગ્રાફિક્સ, અમદાવાદનો પણ આભાર માનીએ છીએ.
જૈન સંઘો તથા જૈન કલાકારો આ અનુવાદનો લાભ ઉઠાવશે અને પ્રાચીન સાહિત્યની વિશેષતા તરફ વિદ્વાનોનું ધ્યાન ખેંચાશે એવી આશા સાથે જૈન જગત સમક્ષ આ પ્રકાશન મૂકીએ છીએ.
ગાંધીધામ તા. ૧-૩-૨૦૦૩ સંપર્ક : ‘નવનિધિ'
પ્લોટ નં. ૧૭૪, સેક્ટર નં. ૪ ગાંધીધામ (કચ્છ) ૩૭૦૨૦૧ ટે.નં. (૦૨૮૩૬) ૨૩૧૯૯૧
Jain Education International
જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ
કીર્તિલાલ હાલચંદ વોરા જેઠાલાલ ઠાકરશી ગાલા
For Private & Personal Use Only
www.jainelibrary.org