________________
દિવાકરની ગંભીર કૃતિ દ્વાત્રિશત્ દ્વાઢિશિકામાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોના વિવેચનનું પુસ્તક “સિદ્ધસેન શતક” અમે ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથ અત્યંત કઠિન છે. પૂ. મુનિ ભુવનચંદ્રજીના સુદીર્ઘ પરિશ્રમના ફળરૂપે ૧૦૦ શ્લોકોનો સર્વપ્રથમ અનુવાદ-વિવેચનનું આ પુસ્તક પ્રગટ કરવાનું ગૌરવ અકાદમીને મળ્યું છે. આ પુસ્તક ચિંતકવર્ગને માટે પુષ્કળ વિચારભાથું પૂરું પાડે એવું છે. શ્રી વિ.નેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર, પાલડી-અમદાવાદના સહયોગથી, પૂજ્ય આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીના સાંનિધ્યમાં લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન શ્રી જયંત કોઠારીના શુભ હસ્તે તેનો વિમોચન વિધિ તા. ૩૦-૪-૨૦OOના યોજાયો હતો.
અકાદમીનું એક મહત્ત્વનું પ્રકાશન છે – “નિયતિ દ્વાત્રિશિકા'. દિવાકરજીની જ આ રચના છે, જેમાં પ્રાચીન ભારતના એક દર્શનનું જૂનું સ્વરૂપ શબ્દસ્થ થઈને સચવાઈ રહ્યું છે. આ કઠિન કૃતિનું પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજીએ પરિશ્રમપૂર્વક અર્થઘટન-વિવરણ આ પુસ્તકમાં મૂક્યું છે.
ત્યાર પછી આજે એવી જ એક વિશિષ્ટ કૃતિનું પ્રકાશન અકાદમી દ્વારા થઈ રહ્યું છે. નૃત્ય-નાટ્ય ક્ષેત્રે જાણીતા કચ્છી કલાકાર શ્રી વસંત દેઢિયા આમાં નિમિત્ત બન્યા છે. મે-૨૦૦૧માં એક લગ્ન સમારંભમાં વસંતભાઈ માવજીભાઈને મળ્યા ત્યારે “પ્રબુદ્ધરૌહિણેય’ સંસ્કૃત નાટકનો અનુવાદ થાય એવી ઇચ્છા દર્શાવી. માવજીભાઈએ અકાદમીને ભલામણ કરી. મુનિશ્રી ભુવનચંદ્રજીએ અનુવાદકાર્ય માટે આ. શ્રીશીલચંદ્રસૂરિજીનું નામ સૂચવ્યું. અકાદમીએ વિનંતિપત્ર લખ્યો, આચાર્યશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. તેઓશ્રી બેંગલોર ચાતુર્માસ અર્થે જવાના હતા. ગુજરાતથી બેંગલોર જેટલો લાંબો અને ઉગ્ર વિહાર છતાં આ અનુવાદ કાર્ય હાથ ધર્યું અને પાર પણ પાડ્યું. આચાર્યશ્રીની આ અમારા પર મોટી કૃપા થઈ છે, અમે તેઓશ્રીના ઋણી બન્યા છીએ. સાથોસાથ વિદ્વર્ય આચાર્યશ્રીની સાહિત્ય-સંસ્કૃતિની સેવા માટેની તત્પરતા અને એટલી જ સહજ નમ્રતા અમને જોવા મળી છે તેથી અમે ધન્ય પણ બન્યા છીએ.
મુનિશ્રી ભુવનચંદ્રજીએ આ કાર્યમાં સેતુનું કામ કર્યું છે. તેઓશ્રીનો સહયોગ તો અકાદમીને પ્રથમથી જ મળતો રહ્યો છે એની નોંધ લેતાં આનંદ થાય છે. એ જ રીતે, તત્ત્વજ્ઞાનના માર્મિક અભ્યાસી અને પ્રતિષ્ઠિત લેખકચિંતક શ્રી માવજીભાઈ સાવલા આ પ્રકાશનના કેન્દ્રમાં રહેલા છે. તેમનો પરામર્શ અકાદમી માટે પ્રેરક-પોષક બળ સમાન છે અને અકાદમી યત્કિંચિત્ કાર્ય કરી શકે છે તે તેમની દોરવણી થકી જ શક્ય બન્યું છે. અમે તેમનો હાર્દિક આભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org