________________
પ્રકાશકીય
કચ્છ-મેરાઉના અને પછી ગાંધીધામના વતની, પરોપકારી, વિનમ્ર અને સાચા મુમુક્ષુ એવા દિવંગત શ્રેષ્ઠીવર્ય શ્રી દેવજીભાઈ ચાંપશી શાહની (શાહ ઇંજીનીયરીંગ કંપનીવાળા) પ્રેરણા અને આર્થિક અનુદાનથી ઈ.સ. ૧૯૯૧માં જૈન સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ, જેને તેઓના લઘુબંધુ શ્રી નાનજીભાઈ તરફથી પણ એટલો જ સહકાર અને સભાવ મળતા રહ્યા છે, સંશોધનાત્મક, વિચારપ્રેરક, તર્કસંગત અને ચિરંજીવી મૂલ્યવાળું જૈન સાહિત્ય પ્રકાશિત કરવું અને તે સાથે એવી અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ કરવી એ આ અકાદમીનો ઉદેશ છે.
અધ્યાત્મયોગી, આધુનિક વિચારપ્રવાહોના અભ્યાસી અને નીડર ચિંતક, દિવંગત પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીના “ વિજ્ઞાન અને અધ્યાત્મ' નામના ગુજરાતી પુસ્તકનો અંગ્રેજીમાં “Science discovers eternal wisdomના પ્રકાશનથી અમારી યોજનાનો ઈ.સ. ૧૯૯૩માં શુભારંભ થયો. આ પુસ્તકના અનુવાદક હતા મુંબઈના ઇ.એન.ટી. સર્જન ડૉક્ટર શ્રી જે.ડી.લોડાયા અને સંપાદક હતા પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી. બંધુત્રિપુટી મુનિવરોના સહકારથી યુરોપ અને અમેરિકામાં આ પુસ્તકનો સારો પ્રચાર થઈ શક્યો.
અમારું બીજું મહત્ત્વનું પ્રકાશન હતું “સમણસુત્ત' (જૈનધર્મસાર)નો ગુજરાતી ભાષામાં અનુવાદ. જૈન ધર્મનો તાત્ત્વિક પરિચય આપતા આ પુસ્તકની રચના જૈન આગમો-શાસ્ત્રોમાંથી મૂળ ગાથાઓ ચૂંટીને કરવામાં આવી છે. મહર્ષિ વિનોબા ભાવેની પ્રેરણાથી સમસ્ત જૈન સંપ્રદાયોના વિદ્વાનોની સમિતિ દ્વારા સંકલિત થયેલ આ ગ્રંથ જૈનધર્મના ઉપદેશ/સંદેશની શાસ્ત્રીય રજૂઆત કરતો એવો પ્રતિનિધિ ગ્રંથ છે. યજ્ઞ પ્રકાશન-વડોદરા દ્વારા હિન્દી-ગુજરાતી અનુવાદો સાથે આનું પ્રકાશન થયેલ. વધુ સારા અને સરળ ગુજરાતી અનુવાદની જરૂર હતી. શ્રી માવજીભાઈ સાવલાએ આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાનું સૂચન કર્યું. યજ્ઞપ્રકાશન-વડોદરાની સંમતિથી પૂજ્ય મુનિ શ્રીભુવનચંદ્રજી પાસેથી નવેસરથી ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી અકાદમીએ ઈ.સ. ૧૯૯૫માં એનું પ્રકાશન કર્યું. શ્રી ગુલાબ દેઢિયા વગેરે મિત્રોના સહકારથી મુંબઈ ખાતે આ ગ્રંથનો વિમોચનવિધિ ભવ્ય રીતે યોજાયો હતો.
મહાન શાસ્ત્રકાર, સર્વતોમુખી, પ્રભાવશાળી આચાર્યશ્રી સિદ્ધસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org