________________
૪૨]
રાજા
શ્રેષ્ઠી
રાજા
ધન
શ્રેષ્ઠી
રાજા
સિંહલ
રાજા
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
વાત છે. કાલે મારા પુત્રનો વિવાહોત્સવ હતો. મારા ગૃહાંગણમાં
જ બધાં નાચ-ગાનમાં એકતાન હતાં. ત્યારે આ ચોરે મારી પત્નીનો વેષ લીધો. બધાંની મધ્યમાં-મંચ ઉપર આવીને તેણે નૃત્ય કર્યું. અને કાલે જ જેનાં લગ્ન થયાં એ મારા એકના એક પુત્રનું અપહરણ એ કરી ગયો !
: (ક્રોધાવેશમાં કાંપતાં કાંપતાં) અરે જુઓ જુઓ ! મારો કોટવાળ કેવો પ્રમાદી થયો છે તે જુઓ જરા !
: દેવ ! બીજી ઘટના પણ સાંભળો આપ ! વસન્ત-પંચમીના પર્વે આ ધન સાર્થવાહની દીકરી ઉદ્યાનમાં ક્રીડા કરી રહી હતી, ત્યારે તેને પણ તે દુરાત્મા અપહરી ગયો છે !
: (ધન સાર્થવાહ સામે જોઇને) સાર્થપતિ ! આ વાત સાચી છે ? હા પ્રભુ ! સાવ સાચી છે.
:
: દેવ ! બાકી તો કેટલાયનું ધન, કોઈના અશ્વ, તો કોઈનાં સન્તાનોની ઉઠાંતરી અને અપહરણ તો હરહંમેશ, રાત ને દહાડો ચાલ્યા જ કરે છે. કેટલું કહું આપને ?
: (વિહ્વળ બનીને)
પૃથ્વી આજ અનાથ, તેજ નબળું ને ક્ષત્રિયોનું પડ્યું તૂટી ન્યાયપ્રથા પ્રણાલિગત ને નિઃસત્ત્વ સંધું થયું જાગી દુર્જનતા, અને સુજનતા સાચે ગઈ આથમી મારા શાસનમાં બધાય જનને આપત્તિઓ સાંપડી (૧૮) : (કાલાવાલા કરતો) દેવ ! આવાં દીન વચન ઉચ્ચારીને આપ આટલા બધા દ્રવી જાવ તે કેમ ચાલે ? નગરરક્ષકો તો બાપડા રાત-દિવસ એક કરીને, આખા નગરની, બહારથી ને અંદરથીબધી રીતે રક્ષા કરવાનો પ્રયાસ કર્યા જ કરે છે. છતાં આવું બને તો તેમાં તેમનો શો દોષ ?
ઃ (અકળાઈને) અરે ! જો એણે ખરેખર સાવધ રહીને રક્ષાકાર્ય કર્યું હોય તો નગરજનોની આ દશા થાય જ શી રીતે ?
(સિંહલ વિલખો પડીને મૌન થઈ જાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org