________________
અંક ૩]
[૪૩ રાજા : (ચિન્તામગ્ન વદને) અરે, એ દુષ્ટ કોટવાળને શીધ્ર અહીં બોલાવો ! કુન્તલ : બોલાવી લાવું, પ્રભુ !
(જાય છે.) રાજા : “તે ન જન્મે તે જ સારું,
જન્મતાંવેત કાં મરે પ્રજા પીડાય દુષ્ટોથી
જેની દૃષ્ટિ સમક્ષ તો...” (૧૯) (ક્ષણભર વિચારોમાં ખોવાઈ જાય છે. વળી માથું ધૂણાવીને)
(ગાન). સહુ જનતાનાં સુખ નષ્ટ થયાં
મમ પુરુષાતન પણ નષ્ટ થયું મુજ આણા કીર્તિસહિત વણસી
સદ્ગુણ સાથે સુખ સર્વ ગયું; દુઃખો તો દુઃશાસનભેળાં
પ્રસર્યા મુજ દેશ વિષે સઘળાં તોયે હું શ્રેણિક રાજા છું !
જીવતો છું ને હજી આ જગમાં !...(૨) ભલે, આવવા દો નગર-કોટવાળને...
(નગરાધ્યક્ષ અને કત્તલ પ્રવેશે છે.) કુન્તલ : (સમીપે આવીને) દેવ ! આ નગરાધ્યક્ષ કિનારા ઉપસ્થિત છે. કિનાશ : (નમન કરીને) દેવ ! સેવક ઉપસ્થિત છે. આજ્ઞા કરો ! રાજા : (કુદ્ધ સ્વરે)
રે નિર્લજ્જ અને મહાઅધમ ! તું સ્ત્રીસંગમાં રાચતો ઠાલું વેતન ખાઈ હેર કરતો કર્તવ્ય ચૂકી જઈ; પધેલો શઠ ચોર ને કનડતો પેલો સદા માહરા
વ્હાલા આ પુર-લોકને અહહ ! શું દા'ડા ફર્યા તાહરા ? (૨૧) કેવું સોહામણું મારું આ નગર ! એમાં આ વણિકો દૂર દૂરના દેશોમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org